પાણીની બોટલો માટે 1 જાન્યુઆરીથી બદલાઇ જશે નિયમ, સ્વાદમાં આવી જશે ફરક!

Fri, 04 Dec 2020-6:24 pm,

અંગ્રેજી વેબસાઇટ moneycontrol.comમાં છપાયેલા સમાચાર અનુસાર FSSAIની નવી ગાઇડલાઇન્સ બાદ પેકેઝ્ડ પાણી (Packaged water)બનાવનાર કંપનીઓને એક લીટર પાણીની બોટલમાં 20 મિલીગ્રામ (mg)કેલ્શિયમ અને 10 મિલીગ્રામ મેગ્નીશિયલમ મિક્સ કરવા પડશે. 

મિનરલ્સ (Minerls) સ્વાસ્થ્ય માટે સારા ગણવામાં આવે છે, એટલા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT) એ FSSAIએ કહ્યું હતું કે તે પેકેજિંગ પાણીમાં કેટલાક ખાસ મિનરલ્સને મળવાની સંભાવનાઓ શોધે.  NGTએ કહ્યું કે પાણીને ફિલ્ટર કરવાની પ્રક્રિયામાં મિનરલ્સને નિકળવા જરૂરી હોય છે, જેથી આ પીવાના પાણી માટે સુરક્ષિત બનાવી શકાય, તેને ગ્રાહકોને ફાયદા માટે ફરીથી ઉમેરવામાં આવે. 

NGTનો વાસ્તવિક આદેશ 29 મે 2019ના રોજ આવ્યો હતો. તેને લાગૂ કરવા માટે કંપનીઓને બે વખત સમય માંગ્યો હતો, હવે સરકારે આ આદેશને લાગૂ કરવા માટે 31 ડિસેમ્બર 2020ની ડેડલાઇન કરી કરવામાં આવી છે. 

એટલા માટે નવા નિયમ નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી લાગૂ થઇ જશે. FSSAIએ તેના માટે પહેલાં જ હાજર નવી રીતે પ્રોડક્ટ બનાવવા માટે ફોર્મૂલા બતાવી દીધો છે. NGT એ સ્પષ્ટ કરી દીધું છે કે ત્યારબાદ પેકેઝ્ડ વોટર કંપનીઓને વધુ સમય આપવામાં નહી આવે. 

ભારતમાં અત્યારે  Kinley, Bailey, Aquafina, Himalayan, Rail Neer, Oxyrich, Vedica અને  Tata Water Plus પેકેઝ્ડ વોટરના બિઝનેસમાં છે. જેમને નવા નિયમ મુજબ પાની બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. આ તમામ કંપનીઓએ પોતાની પાણીની બોટલોમાં નક્કી માત્રામાં કેલ્શિયલ અને મેગ્નીશિયમ મિક્સ કરીને વેચશે. ભારતમાં પેકેઝ્ડ પાણીનો બિઝનેસ 3000 કરોડ રૂપિયાનો છે. કંપની 00 ml, 250 ml, 1 લીટર, 15-20ની બોટલો વેચે છે. પરંતુ 42 ટકા માર્કેટ 1 લીટરની બોટલોનો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link