1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ પેમેન્ટથી લઈને સિમ સ્વેપ સહિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું થશે અસર

Wed, 26 Jun 2024-11:06 pm,

ટેલીકોમ રેગુલેટર TRAI એ સિમ સ્વેપ ફ્રોડને રોકવા માટે 1 જુલાઈ, 2024થી મોબાઇલ નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં સિમ કાર્ડ ચોરી કે ડેમેજ થવાની સ્થિતિમાં લોકિંગ પીરિયડને સાત દિવસ સુધી વધારી દીધો છે. પહેલા આ સ્થિતિમાં તત્કાલ નવું સિમ મળી જતું હતું.

RBI એ 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે નવો નિયમ લાગૂ કર્યો છે. તેમાં દરેક બેન્કોના ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પ્રોસેસ કરવા પડશે. પરંતુ બેન્કોએ હજુ સુધી આ નિર્દેશોનું પાલન કર્યું નથી. અત્યાર સુધી માત્ર 8 બેન્કોએ બીબીપીએસ પર બિલ પેમેન્ટ એક્ટિવ કર્યું છે.  

દર મહિનાની પહેલા તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલિન્ડર અને એટીએફની કિંમતોને સંશોધિત કરે છે. તેવામાં તે જોવાનું રહેશે કે 1 જુલાઈએ આમ આદમીને ગેસની કિંમતમાં કોઈ રાહત મળશે કે નહીં.

ગેસ સિલિન્ડરની સાથે 1 જુલાઈની સવારે આમ આદમીને પેટ્રોલ-ડીઝલની કિંમતો પર મોટી રાહત મળી શકે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link