New Zealand ના પ્રધાનમંત્રી Jacinda Ardern એ પહેલા પુત્રીને આપ્યો જન્મ, હવે બોયફ્રેન્ડ Clarke Gayford સાથે કરશે લગ્ન

Fri, 07 May 2021-10:42 am,
કોણ છે પીએમના થનારા પતિકોણ છે પીએમના થનારા પતિ

પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન પોતાના બોયફ્રેન્ડ ક્લાર્ક ગેફોર્ડ સાથે આવનારી ગરમીઓમાં લગ્ન કરશે. જેસિન્ડા અર્ડર્ડના બોયફ્રેન્ડ ક્લાર્ક ટેલીવિઝન હોસ્ટ છે અને બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જેસિન્ડા અને ક્લાર્કને એક પુત્રી પણ છે, જેને જેસિન્ડાએ 2018માં જન્મ આપ્યો હતો.   

જલદી કરશે લગ્નજલદી કરશે લગ્ન

હકીકતમાં રોયટર્સે સ્થાનીક મીડિયાના હવાલાથી એક રિપોર્ટમાં જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી  (PM of New Zealand) જેસિન્ડા અર્ડર્ન આ વર્ષના અંત કે આગામી વર્ષે ફેબ્રુઆરી સીધી લગ્ન કરી લેશે. હજુ સુધી લગ્નની તારીખ લોકોની સામે આવી નથી.   

નક્કી કરી લીધી છે તારીખનક્કી કરી લીધી છે તારીખ

એક રેડિયો શોમાં જેસિન્ડાએ કહ્યું કે, લાંબા સમયથી ક્લાર્ક ગેફોર્ડ સાથે લગ્ન તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આખરે બન્નેએ લગ્ન માટે મન બનાવી લીધું છે અને એક તારીખ પણ બન્નેએ નક્કી કરી લીધી છે. 

સાથે જેસિન્ડા અર્ડર્ને જણાવ્યું કે, તે લગ્ન સમારોહને ભવ્ય રાખવા ઈચ્છતા નથી. તેથી લગ્નનું આયોજન મોટા પાયે થશે નહીં. જેસિન્ડાએ બોયફ્રેન્ડ ક્લાર્ક સાથે 2019માં સગાઈ કરી હતી. 

પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્નનું આ નિવેદન સામે આવ્યા બાદ ન્યૂઝીલેન્ડમાં આ વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે, જે કંઈ કહેવામાં આવ્યું છે તેમની પાસે કોઈ સૂચના નથી.

જેસિન્ડા અર્ડર્ન (Jacinda Ardern) 2017માં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ ન્યૂઝીલેન્ડના સૌથી નાની ઉંમરના પીએમ છે. આ સાથે તે કેટલાક એવા નેતાઓમાં સામેલ છે, જે પદ સંભાળતા ગર્ભવતી થયા. પાછલા ઓક્ટોબર મહિનામાં તેમણે સત્તામાં વાપસી કરી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link