વિદાય વખતે રડતાં રડતાં બેભાન થઇ ગઇ દુલ્હન, જમીન પર પટકાઇ, હાર્ટ એટેકથી મોત

Sat, 06 Mar 2021-11:29 am,

ઓડિશાના સોનપુરથી એક આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં વિદાય વેળાએ દુલ્હનનું મોત થયું છે. પોતાની વિદાયમાં દુલ્હન એટલું રડી કે તેને હાર્ટ એટેક આવી ગયો અને તેનું મોત થઇ ગયું. (પ્રતિકાત્મક તસવીર)

જોકે આ કિસ્સો ઓડિશાના સોનપુરનો છે, અહીં શુક્રવારે એક લગ્ન સમારોહની ખુશી અચાનક માતમમાં બદલાઇ ગઇ. અહીં જુલાંડા ગામના મુરલી સાહૂની પુત્રી રોજી બલાંગીર જિલ્લાના ટેટલ ગાવ નિવાસી બિસીકેસનની સાથે લગ્નમાં બંધાઇ ગઇ. પરંતુ તેની વિદાય થઇ રહી હતી ત્યારે જ્યારે તેની વિદાય થઇ રહી હતી ત્યારે આ ઘટના સર્જાઇ હતી. (પ્રતિકાત્મક તસવીર)

વિદાય દરમિયાન દુલ્હન સતત રડી રહી હતી. પછી અચાનક તે બેભાન થઇ અને જમીન પર ઢળી પડી. ઘટનાસ્થળે હાજર પરિવારના સભ્યો અને સંબંધીઓએ તેના હાથની માલિક કરીને તેના ચહેરા પર પાણી છાંટીને તેને જગાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેને હોશમાં લાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. તેને તાત્કાલિક ડૂંગુરિપાલી સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ જવામાં આવી. (પ્રતિકાત્મક તસવીર)

હોસ્પિટલમાં પહોંચતાં જ ડોક્ટરે હાર્ટ એટેકના કારણે તેને મૃત જાહેર કરી. જાણકારી મળતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી અને પોસ્ટમોર્ટમ બાદ લાશને પરિવારજનોને સોંપવામાં આવી. રોજીના મોતના સમાચાર બાદ સમગ્ર વિસ્તારમાં દુખની લાગણી વ્યાપી જવા પામી છે. (પ્રતિકાત્મક તસવીર)

જુલુંડા ગામના એક નિવાસીએ જણાવ્યું કે રોજી ખૂબ તણાવમાં જીવી રહી હતી કારણ કે થોડા મહિના પહેલાં પોતાના પિતાને ગુમાવી દીધા હતા. તેના મામા અને કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ મળીને તેના લગ્નનું આયોજન કર્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)

વડોદરામાં વિદાય વેળાએ કન્યાનું મોત નિપજ્યું છે. બન્યું એમ હતું કે, ગોત્રી વિસ્તારમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ લેવાયા હતા. ત્યારે લગ્નનો પ્રસંગ ગણતરીના કલાકોમાં જ માતમમાં ફેરવાયો હતો. 

ગત ગુરૂવારે સવારે કન્યા વિદાયનો પ્રસંગ યોજાયો હતો. પરંતુ વિદાય વખતે જ કન્યાને ચક્કર આવ્યાં. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં કન્યાને મૃત જાહેર કરવામાં આવી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link