એક સમયે 3 રૂપિયા ભાડુ ચૂકવીને સાયકલ પર થતો જસદણની ચૂંટણીનો પ્રચાર
હાલ રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ રસ્તા પર રસ્તા પર મગફળી વેચાઈ રહી છે. ઢેર ઢેર મગફળીના ઢગલા ખડકીને મગફળી વેચાતા વેપારીઓ દેખાઈ રહ્યાં છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લાગુ થઈને એક વર્ષ થયું છે ત્યાં હવે નાણા મંત્રાલયે જીએસટીમાં પણ ચોરી કરનારાઓને પકડી પાડ્યા છે. ગુજરાત સમાચારની માહિતી મુજબ, આ ક્રમમાં ગુજરાત બીજા નંબરે છે. ગુજરાતમાં કુલ 303 કેસમાં 548.16 કરોડની કરચોરી ઝડપાઈ હતી.
હાલ ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યાં મંદિરોના ભગવાનને પણ ઠંડી સામે રક્ષણ અપાઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, ઠંડી સામે ભગવાનને બચાવવા દ્વારકામાં ભગવાનને ગરમ વસ્ત્રો પહેરાવાયા છે. તેમજ તેમની સાથે ચાંદીની સગડીમાં તાપણુ સળગાવાયું છે.
હાલ ગુજરાતમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, જસદણનો જંગ કોણ જીતશે. 20મી યોજાનારી જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની શાખ દાવ પર લાગી છે. ત્યારે સંદેશમાં છપાયેલા જસદણ ચૂંટણીના ઈતિહાસની રોચક માહિતી મુજબ, 1962ના સમયમાં જસદણમાં ચૂંટણી સમયે કેવો માહોલ હતો તે વર્ણવવામાં આવ્યું છે.