પૈસા તૈયાર રાખો... આ 5 IPO થશે ઓપન, ગ્રે માર્કેટમાં નફાના સંકેત, જાણો વિગત
જો તમે પણ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આવનારા સપ્તાહમાં ઘણી કંપનીઓના આઈપીઓ રોકાણ માટે ખુલશે. આવો જાણીએ તેની પ્રાઇઝ બેન્ડ, જીએમપી સહિત અન્ય વિગત.....
કંપનીનો આઈપીઓ સોમવાર 2 સપ્ટેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલશે અને બુધવાર, ચાર સપ્ટેમ્બરે બંધ થશે. ઈન્વેસ્ટર મહત્તમ 28 ઈક્વિટી શેર માટે બોલી લગાવી શકે છે. ત્યારબાદ 28 ઈક્વિટી શેરના મલ્ટીપલમાં બોલી લગાવી શકાય છે. તેની પ્રાઇઝ બેન્ડ 529 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર હજુ ઉપલબ્ધ નથી.
કંપનીનો આઈપીઓ રોકાણ માટે 2 સપ્ટેમ્બરે ઓપન થશે. ઈન્વેસ્ટર આ ઈશ્યુમાં 4 સપ્ટેમ્બર સુધી પૈસા લગાવી શકે છે. તે માટે પ્રાઇઝ બેન્ડ 61 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર NSE SME પર લિસ્ટ થવા માટે પ્રસ્તાવિત છે.
માચ ઈવેન્ટ મેનેજમેન્ટનો આઈપીઓમાં ઈન્વેસ્ટરો 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી દાવ લગાવી શકશો. તે માટે પ્રાઇઝ બેન્ડ 85 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 50 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે લિસ્ટિંગ પર 58% સુધીનો નફો કરાવી શકે છે. મહત્વનું છે કે કંપનીના શેર NSE પર લિસ્ટ થશે.
એક્સેલન્ટ વાયર એન્ડ પેકેજિંગ લિમિટેડનો IPO 11 સપ્ટેમ્બરથી રોકાણ માટે ખુલશે. રોકાણકારો 13 સપ્ટેમ્બર સુધી આ ઈશ્યુમાં નાણાંનું રોકાણ કરી શકશે. તેની પ્રાઇસ બેન્ડ 90 રૂપિયા છે. કંપનીના શેર NSE SME પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે.