FASTag થી સરકારની રેકોર્ડ આવક, એક દિવસનું કલેક્શન 100 કરોડને પાર
પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી NHAI એ જાણકારી આપી છે કે, 25 ફેબ્રુઆરીના કુલ 64.5 લાખથી વધારે વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થયા છે જેના કારણે 103.94 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. આંકડોના હિસાબથી આ ફિગર અત્યાર સુધીની સૌથી વધુ છે.
મોદી સરકાર ઇચ્છે છે કે ટોલ પ્લાઝા પર રોકાવાથી જે ઈધણ અને સમય બરબાદ થયા છે તેને સંપૂર્ણ રીતે બચાવી શકાય છે. 16 ફેબ્રુઆરીથી પહેલા લગભગ 80 ટકા વહાન FASTag દ્વારા જ પેમેન્ટ કરી રહ્યા હતા. બાકી 20 ટકા લોકો પણ તેના અંતર્ગત પેમેન્ટ કરે તે માટે મોદી સરકારે FASTag ફરજિયાત કર્યું છે.
દરેક વાહન પર FASTag લગાવેલું હોય તે માટે NHAI એક માર્ચ સુધી ફ્રી FASTag ની ઓફર આપી રહ્યું છે. તેના માટે ગાડીની આરસી (Registration Certificate) અને ગાડના માલિકનો એક વેલિડ ફોટો સરકારી દસ્તાવેજ જરૂરી રહશે.
હાલમાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ ફાસ્ટેગ ખાતામાં (FASTag Account) ઓછામાં ઓછા એમાઉન્ટને હટાવવાનો નિર્ણય કર્યો છે. NHAI એ કહ્યું કે, આ પગલાનો ઉદ્દેશ્ય ઝડપથી ફાસ્ટેગની પહોંચ વધારવાની છે. જેથી ટ્રાફિકને કોઈ વિક્ષેપ વિના સુનિશ્ચિત કરી શકાય અને ટોલ પ્લાઝા પર થતી વિલંબ ઓછી થાય.