બોલ્ડ ડ્રેસમાં ફોટો પડાવવા માટે આ રીતે ઉભી રહી નિયા શર્મા, કેદ થઇ ગઇ Oops Moment

Mon, 07 Mar 2022-9:43 pm,

પોતાના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહેનારી અભિનેત્રી નિયા શર્માએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે કોઈપણને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આ ચક્કરમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ બની હતી.

નિયા સફેદ જાળીદાર ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી હતી. જો કે નિયા તેના દરેક લુકમાં કંઈક ખાસ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ITA એવોર્ડ માટે પસંદ કરાયેલા આ લુકમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી. પરંતુ આ સાથે જ કંઈક એવું પણ જોવા મળ્યું કે ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા.

આ ડ્રેસમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરતાં નિયાએ લખ્યું, 'ITA એવોર્ડ્સમાં આ મારો એક અલ્બાટ્રોસ લૂક છે.'

આ તસવીરોમાં નિયા સફેદ જાળીવાળો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે પોતાના આ લુકને કમ્પ્લીટ કરવા માટે તેના કાનમાં માત્ર નાના સફેદ મોતીના સ્ટડ પહેર્યા હતા.

નિયાએ વાળ ખુલ્લા રાખતાં હોઠ પર ન્યૂડ કલરની લિપસ્ટિક લગાવી હતી. તેનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પરંતુ કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link