Skin Care:રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આમાંથી કોઈ એક વસ્તુઓ, સવાર સુધી ખીલી જશે તમારો ચહેરો
ચહેરાને ચમકદાર રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરા પર થોડું નારિયેળ તેલ લગાડી 5 મિનિટ માલિશ કરવી જોઈએ.
એલોવેરા જેલ ચહેરાના રંગને સાફ કરે છે. ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરા પર એલોવેરા જેલ લગાવવું જોઈએ.
રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાચું દૂધ પણ લગાવી શકાય છે. તેનાથી સવારે તમારો ચહેરો એકદમ ચમકદાર દેખાશે.
ચહેરાને ચમકાવવા માટે ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે. રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવવું જોઈએ.
રાત્રે સૂતા પહેલા ચહેરા પર ઓલિવ ઓઈલ અવશ્ય લગાવવું જોઈએ. તેનાથી ચહેરા પર ગ્લો આવે છે.