ઑફ શોલ્ડર ટોપમાં Nikki Tamboli એ મચાવ્યો કહેર! બેધડક થઇને આપ્યા કિલર પોઝ
નિક્કી બોલ્ડ ઓફ શોલ્ડર ડ્રેસમાં ગ્લેમર ઉમેરતી જોવા મળી રહી છે. નિક્કીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે. ફોટામાં, તે એક રંગીન સ્ટ્રેપલેસ કોર્સેટમાં જોવા મળી રહી છે, તેની નેકલાઇન લોકોના હોશ ઉડાવી રહી છે. આ સાથે તેણે ફ્લોરલ સ્કર્ટ પણ પહેર્યું છે. જેમા તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
ફેન્સ તેના લુકના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.નિક્કીએ હાલમાં જ એક મેગેઝીન માટે પોતાના બોલ્ડ ફોટોશૂટથી હેડલાઈન્સ બનાવી છે. કેમેરા માટે અલગ-અલગ પોઝ આપીને નિક્કીએ પોતાના લુકથી દરેકનું દિલ જીતી લીધું છે.
નિક્કી તંબોલીએ ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમા કામ કર્યુ છે અને તે 2021 માં ટેલિવિઝન શો સિર્ફ તુમમાં પણ જોવા મળી હતી.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, નિક્કીએ ખુલાસો કર્યો કે તે અત્યારે ટેલિવિઝન શો કરવા માંગતી નથી અને ટૂંક સમયમાં તે બોલિવૂડમાં એન્ટ્રી કરવા માંગે છે.
નિક્કીએ કહ્યું, “હું અત્યારે કોઈ ટીવી શો નથી કરી રહી. મને હવે કોઈ રિયાલિટી શો કરવામાં પણ રસ નથી. મારી પાસે કેટલાક રોમાંચક પ્રોજેક્ટ છે, પરંતુ જ્યાં સુધી તે ફ્લોર પર ન જાય ત્યાં સુધી હું તેમના વિશે વાત કરવા માંગતી નથી. હું જલ્દી જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા માંગુ છું.
ગયા વર્ષે નિક્કીએ એક હસીના નામના મ્યુઝિક વીડિયોમાં શાહીર શેખ સાથે રોમાન્સ કર્યો હતો. જોકે અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી ટીવી સ્ક્રીન પરથી ગાયબ છે.