Bigg Boss 14: નિક્કી, જાસ્મિન, અને એજાઝ ખાન સાથે આ સેલેબ્સે લીધી ઘરમાં એન્ટ્રી, જુઓ PHOTOS
ગ્રાન્ડ પ્રીમિયરમાં કોરોના વાયરસ મહામારીના કારણે લાઈવ ઓડિયન્સ ન જોવા મળ્યું, પરંતુ સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાન શોના સ્પેશિયલ ઓડિયન્સ રહેશે.
'સિલસિલા બદલતે રિશ્તો કા' જેવા શોમાં વિલન બનીને ડરાવનાર અભિનવ શુક્લા આ શોમાં પત્ની રૂબીના દિલાઈક સાથી એન્ટ્રી મારી ચૂક્યો છે.
કેસર, કહી તો હોગા, કાવ્યાંજલિ જેવા શોથી લોકોના મન જીતનાર એજાઝ હવે બિગ બોસની ટ્રોફી પર કબ્જો જમાવવાના ઈરાદે અહીં આવ્યો છે.
ટીવી પર મોસ્ટ ક્યૂટ અભિનેત્રી ગણાતી જાસ્મિન ભસીને ઘરમાં આવતાની સાથે જ જાહેરાત કરી દીધી છે કે તે અહીં લાંબા સમય માટે ટકવા આવી છે.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી નિક્કી તંબોલીએ પણ સલમાન ખાનના ઘરમાં એન્ટ્રી લીધી છે.
'એસ ઓફ સ્પેસ'માં જોવા મળેલા શહેજાદ દેઓલે પણ શોમાં એન્ટ્રી લીધી છે.
'ટિપ ટિપ બરસા' પર ડાન્સ કરીને પવિત્રા પુનિયાએ એન્ટ્રી લીધી આ સાથે જ તેણે જણાવી દીધુ કે તે કેટલી કોન્ફિડન્ટ છે.
સિંગર કુમાર સાનૂના પુત્ર જાન સાનૂએ પણ બિગ બોસ 14માં ભાગ લીધો છે. પરંતુ હજુ સુધી ઘરમાં એન્ટ્રી લઈ શક્યા નથી. ઘરમાં જવા માટે તેમણે સ્પેશિયલ ઓડિયન્સનું મન જીતવું પડશે.
પંજાબી ગાયિકા સારા ગુરુપાલ પણ બિગ બોસના ઘરમાં ઘમાલ મચાવશે. પરંતુ હજુ પણ તેમને ઘરમાં એન્ટ્રી મળી નથી. તેમણે સ્પેશિયલ ઓડિયન્સનું મન જીતવું પડશે.
ઝી ટીવીની સીરિયલ ગુડ્ડન તુમસે ન હો પાએગા દ્વારા નિશાંત ખુબ ચર્ચામાં રહ્યો છે. નિશાંત પણ કન્ટેસ્ટન્ટ છે જો કે તેને હજુ પણ સીનિયર કન્ટેસ્ટન્ટ્સે રિજેક્ટ કરતા ઘરમાં એન્ટ્રી મળી નથી.
ટીવી શોની સૌથી ચર્ચિત રૂબીના દિલાઈકને હજુ પણ ઘરમાં એન્ટ્રી મળી નથી.
ઈન્ડિયન આઈડલ ફેમ રાહુલ વૈદ્યે પણ 'બિગ બોસ 14'માં ભાગ લીધો છે.
રાધે મા શોનો ભાગ નથી. તેઓ ફક્ત બિગ બોસ માટે પ્રાર્થના કરવા માટે ત્યાં ગયા હતાં. રાધેમાએ કહ્યું કે તેમને આ ઘર ખુબ પસંદ આવ્યું અને જ્યારે પણ તેમને બોલાવવામાં આવશે ત્યારે તેઓ જશે. (તમામ તસવીરો -સાભાર Twitter@Colorstv)