આ છે નિરવ મોદીનો New Yorkમાં ભવ્ય બંગલો, પ્રથમ વખત સામે આવ્યા Pics...
13400 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌંભાંડમાં મોટો ખુલાસ સામે આવ્યો છે. ઇડીને જાણકારી મળી છે કે નીરવ મોદીએ કૌંભાંડની રકમનો ઉપયોગ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પ્રોપર્ટી ખરીદા કર્યો છે. ઇડીને આ પ્રોપર્ટીને સીઝ કરી દીધી છે. ન્યૂયોર્કના રિયલ એસ્ટેસ ફર્મ કોરકોરનની એક પ્રોપર્ટીમાં નીરવ મોદીએ ભવ્ય બંગલો છે. પ્રથમ વખત સામે આવ્યા છે Pics...
ઇડીએ અમેરીકાના ન્યૂયોર્ક શહેરમાં કાર્યવાહી દરમિયાન નીરવ મોદીની 216 કરોડ રૂપિયાની બે સ્થાવર મિલકત પણ જપ્ત કરી થે, આ બંગલો નીરવ મોદીએ કૌંભાંડની રકમથી ખરીદ્યો હતો. આ ઉપરાંત લંડનના મૈરાથન હાઉલમાં નીરવ મોદીની બહેપ પૂર્વી મોદીનો લગભગ 57 કરોડ રૂપિયાનો ફ્લેટ જપ્ત કર્યો છે.
નીરવ મોદીએ ન્યૂયોર્કના બંગલાની તસવીરો પ્રથમ વખત સામે આવી છે. નીરવ મોદીના રહેણાકો પર રેડ દરમિયાન આ ફ્લેટની ઇડીને જાણ થઇ હતી. ઇડીએ આ ઉપરાંત સિંગાપુરમાં પૂર્વી મોદી અને મંયક મહેતાના બેંક ખાત જપ્ત કર્યા છે. આ ખાતામાં 44 કરોડ રૂપિયાની રકમ જમા હતી. આ ખાતા બ્રિટિશ વર્જિન આઇલેન્ડની એક કંપનીના નામે હતા. નીરવ મોદી અને પૂર્વી મોદી સાથે સંકડાયેલા અન્ય પાંચ ખાત પણ સીઝ કરવામાં આવ્યા છે. આ ખાતાઓમાં કુલ 278 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.
ઇડીને નીરવ મોદીની વિદેશમાં સંપત્તિઓની ઓળખ કરવા માટે અધિકારીઓની એક વિશેષ ટીમ પણ બનાવી હતી. આ ટીમને ઇન્ટરપોલની મદદથી ઘણી જગ્યાઓ પર રેડ પાડી હતી. ત્યારબાદ ન્યૂયોર્કમાં સ્થિત બંગલાની જાણકારી હાથ લાગી હતી. જોકે, નીર મોદી હાલ પણ ફરાર છે.
હાલમાં મળેલી જાણકારી મુજબ નિરવ મોદી અમેરિકામાંથી ભાગીને લંડનમાં છુપાઇ ગયો છે. જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં ઘણીવાર તેના અલગ અલગ સ્થળોના સમાચાર સામે આવ્યા હતા. જોકે, કેટલીક બ્રિટિશ એજન્સીઓએ સીબીઆઇને આ જાણકારી આપી હતી કે નીરવ મોદી લંડનમાં છે. એટલું જ નહીં તે નિયમિત રીતે ટ્રેનમાં ટ્રાવેલ પણ કરી રહ્યો છે. આ સાથે જ તેની પાસે બીજા દેશોના પાસપોર્ટ પણ છે.
સીબીઆઇએ દાવો કર્યો છે કે નીરવ મોદી ભારતીય પાસપોર્ટ પર ખુલ્લેઆમ ફરી રહ્યો છે. નીરવ મોદીની પાસે 6 પાસપોર્ટ હોવાની જાણકારી મળી છે. સીબીઆઇના સુત્રોએ જણાવ્યું હતું કે 12 જૂને નીરવે હાઇ સ્પીડ ટ્રેન દ્વારા લંડનથી બ્રેસેલ્સની યાત્રા કરી હતી. સૂક્ષોએ આ પણ જણાવ્યું છે કે આ યાત્રા દરમિયાન નિરવે વિમાનની જગ્યાએ ટ્રેનથી યાત્રા કરી રહ્યો છે.
ઇડીએ પોતાની કાર્યવાહી દરમિયાન હોન્ગકોન્ગછથી 22 કરોડ 69 લાખની જ્વેલેરી પરત મંગાવી છે. આ જ્વેલેરીને પણ ઇડીએ સીઝ કરી દીધી છે.
જ્વેલેરીની કિંમતના કાગળો પર 85 કરોડ રૂપિયા દેખાડવામાં આવે છે. નીરવ મોદી આ સ્થિર અસ્કયામતો વર્ષ 2017માં ખરીદી હતી.
ઇડીને શક હતો કે આ સંપત્તિઓ કૌંભાંડના રૂપિયાઓથી ખરીદવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા ઇડીએ નીરવ મોદીની સામે પાંચ અલગ અલગ અટેચમેન્ટ જાહેર કર્યા છે.
ન્યૂયોર્કમાં ઇડીએ નીરવ મોદીના પાંચ બેંક એકાઉન્ટ પણ જપ્ત કર્યા છે. જેમાં કુલ મળીને 278 કરોડ રૂપ્યા જમા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હોન્ગકોન્ગથી 22.69 કરોડ રૂપિયાની ડાયમંડ જ્વેલેરી પણ ભારતમાં લાવવામાં આવી છે.
નીરવ મોદીની સંપત્તિ ભારત, બ્રિટન અને અમેરિકા સહિત પાંચ દેશોમાં જપ્ત કરવામાં આવી છે. ઇડીએ આ બધી સંપત્તિ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ (PMLA) અંતર્ગત જપ્ત કરી છે. જેમાં હોન્ગકોન્ગથી મંગાવવામાં આવેલી 22 કરોડની જ્વેલેરી પણ શામેલ છે. તેમાં સૌથી મોટો કન્સાઇનમેન્ટ હીરાનો છે.
નીરવ મોદીની પાસેથી જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં વધારે હીરાની અંગૂઠી છે. હીરાના કારોબારથી નીરવ મોદી જબરદસ્ત ઉંચાઇઓ પર પહોંચી ગયો છે. આ કારણ છે કે તે હીરામાં જ ડીલ કરતા હતો.
નીરવ મોદીએ ભારતથી પોતાનો બિઝનેશ સમેટ્યા બાદ અમેરિકાના ન્યૂયોર્ક અને બ્રિટનના લંડનમાં જ્વેલેરીનો બિઝનેશ શરૂ રાખ્યો હતો. ત્યાં પણ નીરવ મોદી ડાયમંડ બ્રાંડની જ્વેલેરીના ઘણા શોરૂમ છે.
નીરવ મોદીની જપ્ત સંપત્તિઓમાં સૌથી મોટો હીરાનો કન્સાઇનમેન્ટ પકાડોય છે જેમાં ઇડીએ હોન્ગ-કોન્ગમાંથી જપ્ત કર્યો છે.