Bollywood ની હિરોઈનોને પણ ટક્કર મારે છે આ કેન્દ્રીય મંત્રીની દિકરી, ફિલ્મોમાં કરવાની છે ડેબ્યૂ

Tue, 09 Mar 2021-1:43 pm,

કેન્દ્રીયમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરીની તસવીરોએ સોશિયલ મીડિયા પર ચર્ચા  જગાવી રહી છે. આરુષિ નિશંક પોતાના ફિલ્મની કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

નેવીની મહિલા અધિકારીઓની બહાદુરી પર બનેલી ફિલ્મ તારિણીથી આરુષિ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કરવામાં આવી. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

આરુષિ નિશંક મલ્ટી ટેલેન્ટેડ છે. મોડેલ હોવાની સાથે તે સારી કથક ડાન્સર છે. અને હવે તે ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

ગ્લેમર વર્લ્ડમાં એક્ટિવ હોવાની સાથે આરુષિ નિશંક નારી સશક્તિકરણ, સામાજિક અને પર્યાવરણના ક્ષેત્રમાં પણ એટલી જ સક્રિય છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

આરુષિ જે ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે, તે વીરાંગનાઓના પ્રધાનમંત્રી મોદી પણ વખાણ કરી ચૂક્યા છે. છ મહિલા નેવી અધિકારીઓના સાહસ પર ફિલ્મ તારિણી બની રહી છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

તમામ મહિલા અધિકારીઓએ મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલી તારિણી નૌકામાં સવાર થઈને 21 હજાર 600 નોટિકલ માઈલ્સની સફર પુરી કરી હતી. આ સાથે તેમણે ઈતિહાસમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

મહિલા અધિકારીઓની સાહસગાથા પર બની રહેલી ફિલ્મનો ભાગ બનીને આરુષિ ખૂબ જ ખુશ છે. તો આરુષિની પહેલી ફિલ્મની જાહેરાત થતાની સાથે જ તેની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link