Nissanએ લોન્ચ કરી સૌથી સસ્તી SUV,કિંમત પણ જાણી લો

Wed, 02 Dec 2020-7:48 pm,

કંપનીએ પોતાની આ કારનું નામ મેગ્નાઇટ રાખ્યું છે. પોતાની વ્યાજબી કિંમત સાથે Magnite ભારતની સૌથી સસ્તી SUV બની ગઇ છે. આ એસયૂવીને માત્ર 11 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો. 

કંપનીએ આ કારની શરૂઆતી કિંમત 4.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ ખાસ યોજના હેઠળ કંપનીએ તેની શરૂઆતી કિંમત 31 ડિસેમ્બર 2020 માટે 4.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 31 ડિસેમ્બર બાદ મેગ્નાઇટની શરૂઆતી કિંમત વધારીને કિંમત 5.54 લાખ રૂપિયા થઇ જશે. 

નિસાન મેગ્નાઇટના ટોપ મોડલની કિંમત 9.35 લાખ રૂપિયા છે. નવી મેગ્નાઇટને CMF-A + પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે, જેનો ઉપયોગ ટ્રાઇબરમાં પણ કરવામાં આવ્યું છે. મેગ્નાઇટ ભારતમાં નિસાનની પહેલી સબ-4 મીટર SUV છે. તેને 4 ટ્રિમ્સમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં  XE, XL, XV અને  XV પ્રીમિયમ સામેલ છે. ગ્રાહક 9 કલરમાં આ કારને ખરીદી શકે છે. 

આ કારમાં LED હેડલેમ્પ અને LED DRLs આપવામાં આવ્યા છે. કારમાં 16 ઇંચના ડાયમંડ ક્ટ એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેગ્નાઇટમાં 1.0 લીટર, 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જીન મળશે, જે 72hp પાવર જનરેટ કરશે. તેના ટોપ વેરિએન્ટમાં HRA0 ટર્બો-ચાર્ઝડ 1.0 લીટર પેટ્રોલ એન્જીન મળશે, જે 5-સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ હશે. આ 95hpનો પાવર જનરેટ કરશે. 

નિસાનની આ એસયૂવી કિઆ સોનેટ (Kia Sonet), વિટારા બ્રેજા (Vitara Breeza), હ્યુન્ડાઇ વેન્યૂ (Hyundai Venue), ટાટા નેક્સોન (Tata Nexon), મહિંદ્રા XUV300 (Mahindra XUV 300) અને હોંડા  WRV જેવી એસયૂવીને ટક્કર આપશે. જોકે આ કારનોની કિંમત મેગ્નાઇટ કરતાં ખૂબ વધુ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link