Photos: નીતા અંબાણીએ ઉતાર્યું છે 18 KG ઉતાર્યું, 60 વર્ષે પણ આટલા સુંદર અને ફિટ, જાણો શું છે રહસ્ય..
)
મીડિયા રિપોર્ટ્સ મુજબ નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણીની બીમારી દરમિયાન પોતે પણ ડાયેટ ફોલો કર્યો હતો. જેના કારણે તેમનું લગભગ 18 કિલોગ્રામ વજન ઓછું થયું. આ જ કારણ છે કે તેઓ 60 વર્ષની ઉંમરે પણ ખુબ જ સુંદર અને ફિટ નજરે ચડે છે. યંગસ્ટર્સ તેમની સ્ટાઈલ, સમાજસેવાના કામ અને તેમની પ્રભાવી પર્સનાલિટીને પગલે સોશિયલ મીડિયા પર તેમને ફોલો કરે છે.
)
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ નીતા અંબાણીએ તેમના પુત્ર અનંતની બીમારીના દિવસોને યાદ કરતા કહ્યું કે બાળક એ જ કરે છે જે તેની માતા કરે છે. આવામાં મે સારું ખાવાનું શરૂ કરી દીધુ. જેનાથી અનંત પણ તે જ ડાયેટ ફોલો કરે. નીતા અંબાણીનો ડાયેટ પ્લાન એકદમ સિંપલ છે. વાત જાણે એમ છે કે અનંત અંબાણીને બાળપણથી અસ્થમાની બીમારી છે. આ કારણે તેમનું વજન ઓછું થઈ શકતું નથી.
)
નીતા અંબાણીની વેઈટ લોસ જર્ની ફક્ત મોટાપો ઓછો કરવા માટે નહીં પરંતુ એક વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે. આવામાં જો તમે પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપાવવા માંગતા હોવ તો આ ટિપ્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નીતા અંબાણીએ વેઈટ લોસ કરવા માટે પોતાના ભોજનમાં પૂરતા પ્રમાણમાં તાજા ફળો અને શાકભાજીને શામેલ કર્યા. જેના કારણે બહુ જલદી તેમને હેલ્ધી રીતે વજન ઓછું કરવામાં મદદ મળી.
પતિ મુકેશ અંબાણીના પગલે ચાલતા નીતા અંબાણી પણ સવારની શરૂઆત તાજા ફળોના રસ, અને સૂકા મેવાવાળા પોષ્ટિક નાશ્તાથી કરે છે. ત્વચાનું સ્વાસ્થ્ય વધારવા માટે અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા ડિટોક્સ વોટર પીવે છે.
નીતા અંબાણી આખો દિવસ નિયમિત અને સારી રીતે સંતુલિત ભોજનને પ્રાથમિકતા આપે છે. જેમાં મુખ્યત્વે ગુજરાતી શૈલીમાં તૈયાર સૂપ, અને પત્તાદાર શાક સામેલ હોય છે. રાતના ખાવાનામાં તેઓ દાળ, રોટલી, અને ચણાની સિંપલ રેસિપી લે છે.
બીટ તેના ડિટોક્સિફાઈંગ ગુણો માટે જાણીતું છે. જે નેતા અંબાણીના ડાયેટનો પણ એક જરૂરી ભાગ છે. તેઓ રોજ બે ગ્લાસ બીટનો જ્યૂસ પીવે છે. કસરત કરતા પહેલા અને પછી. જેનાથી તેમને ખુબ એનર્જી મળી રહે છે.
ડાયેટિંગ ઉપરાંત નીતા અંબાણી પોતાને ફિઝિકલી ફિટ રાખવા માટે ભરતનાટ્યમ અને યોગ પણ કરે છે. આ એક્ટિવિટી એક સાધના જેવી હોય છે. જે મન અને તન બંનેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.