લાલ રંગનું કિંમતી પટોળુ પહેરીને નીતા અંબાણીએ લૂંટી લીધી આખી મહેફિલ, બ્લાઉઝમાં જડ્યા સોનાના તાર, PHOTOs
અનંત અંબાણીના લગ્ન બાદ નીતા અંબાણીની સાડીની સ્ટાઈલે ફરી એકવાર બધાના દિલ જીતી લીધા. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) માં ભગવાન શ્રીકૃષ્ણના પહેલા મ્યૂઝિકલ શો ‘રાજાધિરાજ લવ લાઈફ લીલા’ ના ફિનાલે પર તેઓ પહોંચ્યા હતા. પતિ મુકેશ અંબાણી સાથે હાથમાં હાથ નાંખીને તેઓ પહોંચ્યા. બંનેનું બોન્ડિંગ જોરદાર હતુ. પરંતું નીતા અંબાણીની સાડીની સ્ટાઈલે સૌના દિલ જીતી લીધા.
નીતા અંબાણીએ લાલ રંગનું પટોળું પહેર્યું હતું. જેમાં તેના બ્લાઉઝ પર સોનાના તારથી રાધાકૃષ્ણની ડિઝાઈન બનાવવામાં આવી હતી. તેમનો ગુજરાતી લૂક આખી ઈવેન્ટમાં છવાયો હતો. સાથે જ તેમની હેરસ્ટાઈલ પર પણ સૌની નજર ટકી હતી.
નીતા અંબાણીએ સિલ્કનું લાલ રંગનું પટોળું પહેર્યું હતું. જેના પર અલગ અલગ રંગોથી જિયોમેટ્રિક પેટર્ન બની છે. આ સાડીને ગુજરાતી સ્ટાઈલમાં પહેરવામાં આવી હતી. જેનાથી તેમનો લુક શાનદાર લાગ્યો હતો. ગુજરાતી બેનને લૂકમાં નીતા અંબાણી શાનદાર લાગતા હતા.
નીતા અંબાણીએ પોતાની સાડી સાથે મેચિંગ સિલ્ક બ્લાઉઝ પહેર્યું હતું. જેની સ્કૂપ નેકલાઈન અને હાફ સ્લીવ પર ગોલ્ડન બોર્ડર છે. તો બેક પર સોનાના તારથી રાધાકૃષ્ણની ડિઝાઈન બનાવવામાં આવી છે. તેની આસપાસ ગુલાબી અને સોનેરી રંગના ફૂલ પણ છે. આ બ્લાઉઝ હજારોની કિંમતના પટોળામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.
આખરે નીતા અંબાણીની હેર સ્ટાઈલ વધુ હટકે છે. તેમને વાળમાં સફેદ રંગના ફૂલ બનાવ્યા હતા, જે કમાલના લાગતા હતા.