પિકનિક સ્પોટ જેવો છે ગુજરાતનો આ એક્સપ્રેસ વે, યુરોપમાં ફરતા હોવ તેવી જેવી મજા આવશે, Photos
કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી જે રીતે દેશના રસ્તાઓને શાનદાર બનાવી રહ્યા છે તેના કારણે આખો દેશ તેમના કામની પ્રશંસા કરતા થાકતો નથી. તેમણે દેશમાં એક્સપ્રેસ વે અને હાઈવેનું એવું જબરદસ્ત નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે કે મોટા મોટા શહેરોનું અંતર હવે ઘટી ગયું છે. પરંતુ ગડકરી પોતે 20 વર્ષ પહેલા બનેલા એક્સપ્રેસ વેના પ્રશંસક છે. તેમણે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ શેર કરી છે. આ રસ્તો કોઈ પિકનિક સ્પોટ જેટલો જ સુંદર છે અને એવું લાગે છે કે તમે ભારતમાં નહીં પરંતુ યુરોપના કોઈ રસ્તા પર દોડી રહ્યા છો.
નીતિન ગડકરીએ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વેની તસવીરો શેર કરી છે. જે વર્ષ 2003 અને 2004માં શરૂ કરાયો હતો. તેને મહાત્મા ગાંધી એક્સપ્રેસ વેના નામથી પણ ઓળખવામાં આવે છે. 93 કિમી લાંબો આ એક્સપ્રેવ 4 લેનમાં બનાવવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ વેએ અમદાવાદ અને વડોદરા બંને શહેરો વચ્ચેના ટ્રાવેલ ટાઈમને 2.5 કલાકથી ઘટાડીને એક કલાકનો કરી દીધો છે. વર્ષ 2004માં તેનું ઉદ્ધાટન પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે દેશના સૌથી બિઝી એક્સપ્રેસ વેમાં સામેલ છે. તેના પર વધતા ટ્રાફિકને જોતા હવે તેને 6 લેનમાં વિક્સાવવામાં આવી રહ્યો છે. IRB Infra એ તેના વિસ્તારનું ટેન્ડર પણ જીતી લીધુ છે. જલદી તેની બંને બાજુ એક એક લેન વધુ વધારવાનું કામ શરૂ થઈ જશે. 6 લેનનો બન્યા બાદ ટ્રાફિક વધુ સ્મૂધ થઈ જશે.
નીતિન ગડકરીએ એક્સપ્રેસ વેની શાનદાર તસવીરો શેર કરતા કહ્યું કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ન ફક્ત ઈન્ડસ્ટ્રીયલ પાવર દેખાડે છે પરંતુ કુદરતી સુંદરતા પણ દેખાડે છે. આ એક્સપ્રેસવેએ માત્ર બે શહેરોને જોડ્યા છે એવું નથી પરંતુ તેના પર ચાલતી વખતે તમને કુદરતી સૌંદર્ય પણ જોવા મળે છે.
આમ તો આ એક્સપ્રેસ વે 20 વર્ષથી ચાલુ છે પરંતુ 2009માં તેના માટે બનાવવામાં આવેલો એક પ્રોજેક્ટ આજે પણ અધૂરો છે. ત્યારે ગુજરાત સરકારે તેને મોટરવે બનાવવાનો પ્રોજેક્ટ આપ્યો હતો. જેને મુંબઈ સુધી લંબાવવાનો હતો. તેના માટે IRB Infra ને 3300 કરોડનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો પરંતુ આમ છતાં હજું સુધી પ્રોજેક્ટ પર કોઈ કામ શરૂ થયું નથી. પરંતુ હવે તેને 6 લેનનો બનાવવામાં આવી રહ્યો છે.