New Rules: મસાજ કરાવવા જઇ રહ્યા છો તો જરા થોભો! હવે સ્પા સેન્ટરમાં નહી હોય સાંકળ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે સ્પા સેન્ટરોમાં રૂમના દરવાજામાં કોઇ સાંકળ ન હોવી જોઇએ. આ દરવાજા સેલ્ફ ક્લોજિંગ હશે. આ સાથે જ સ્પા સેન્ટરોમાં ક્રોસ જેન્ડર માલિશની અનુમતિ પણ નહી હોય.
સ્પા સેન્ટરોને નવા નિયમો અનુસાર હવે ગ્રાહકોને પોતાનો ફોટો ID બતાવવું જરૂરી હશે. સ્પા સેન્ટરોમાં ગ્રાહકોને ફોટો ID કાર્ડ સાથે ફોન નંબર રજિસ્ટર કરાવવો પડશે.
સ્પા સેન્ટરો સવારે 9 વાગ્યાથી માંડીને સાંજે 9 વાગ્યા વચ્ચે ખુલ્લા રહેશે.
પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્યામ સુંદર અગ્રવાલે જણાવ્યું કે સ્પા સેન્ટરોમાં મેલ અને ફિમેલ માટે અલગ-અલગ ચેંજિંગ રૂમ હશે.
એટલું જ નહી સ્પા સેન્ટરોના માલિકોને પોતાના લોકલ પોલીસ સ્ટેશનમાંથી સર્ટિફિકેટ લેવું જરૂરી રહેશે.