Weird Facts: આ બે દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં એક પણ મસ્જિદ નથી, કારણ છે એકદમ વિચિત્ર

Wed, 12 May 2021-1:30 pm,

સ્લોવાકિયા યુરોપિયન યુનિયનનો સભ્ય દેશ છે. પરંતુ આ દેશ એ દેશ છે જે સૌથી છેલ્લે તેનો સભ્ય બન્યો હતો. આ દેશમાં મસ્જિદ બનાવવા અંગે વિવાદ થતા રહે છે. વર્ષ 2000માં સ્લોવાકિયાની રાજધાનીમાં ઈસ્લામિક સેન્ટર બનાવવાને લઈને પણ વિવાદ થયો હતો. બ્રાતિસિઓવાના મેયરે સ્લોવાક ઈસ્લામિક વક્ફ ફાઉન્ડેશનના તમામ પ્રસ્તાવને ફગાવી દીધા હતા. 

એસ્ટોનિયામાં મુસ્લિમ વસ્તી ખુબ ઓછી છે. વર્ષ 2011માં વસ્તીગણતરી મુજબ તે સમયે ત્યાં 1508 મુસ્લિમ રહેતા હતા. જે સમગ્ર વસ્તીના ફક્ત 0.14 ટકા હતા. આટલા વર્ષોમાં વસ્તી વધી હોવા છતા સંખ્યા તો ઓછી જ હશે. અહીં પણ મસ્જિદની જગ્યાએ એક ઈસ્લામિક કલ્ચર સેન્ટર છે. મોટાભાગના મુસ્લિમો નમાજ માટે અહીંના કોઈ કોમન પ્લોટમાં ભેગા થાય છે. 

વર્ષ 2015માં યુરોપની સામે શરણાર્થીઓનો પ્રવાસ એક મોટો મુદ્દો બનેલો હતો. તે સમયે સ્લોવાકિયાએ 200 ખ્રિસ્તિઓને પણ શરણ આપી હતી. પરંતુ મુસ્લિમ શરણાર્થીઓને આવવાની ના પાડી દીધી હતી. જેના પર સ્પષ્ટતા કરતા સ્લોવાકિયાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેમના ત્યાં મુસ્લિમોની ઈબાદતની કોઈ જગ્યા નથી. આથી મુસ્લિમોને શરણ આપવી દેશમાં અનેક સમસ્યા પેદા કરી શકે છે. યુરોપીયન યુનિયને આ નિર્ણયની આલોચના કરી હતી. 

(Photo: Egyptian Streets)

30 નવેમ્બર 2016ના રોજ સ્લોવાકિયાએ એક કાયદો પાસ કરીને ઈસ્લામને અધિકૃત ધર્મનો દરજ્જો આપવા પર રોક લગાવી હતી. આ દેશ ઈસ્લામને ધર્મ તરીકે સ્વીકારતો જ નથી. યુરોપીયન યુનિયનમાં સ્લોવાકિયા એકમાત્ર એવો દેશ છે જ્યાં આજ સુધી એક પણ મસ્જિદ બની નથી. 

કેટલાક દેશોના કાયદા ખુબ અજીબગરીબ હોય છે અને દરેક જણે તેનું પાલન પણ કરવું પડે છે. એવું જ કઈંક સ્લોવાકિયા સાથે પણ છે. અહીં કેટલાક નિયમો અને કાયદાનું પાલન હંમેશા કરવું જરૂરી છે. અહીં બધાએ પોતાનું ઓળખ પત્ર પોતાની સાથે જ રાખવું પડે છે. ત્યાંના પ્રવાસીઓએ પોતાનો પાસપોર્ટ હંમેશા સાથે રાખવો પડે છે. 

સ્લોવાકિયામાં અવાજના પ્રદુષણને ડામવા માટે પણ એક આકરો કાયદો છે. આ દેશમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખરાબ વ્યવહાર કે મોટા અવાજમાં વાત કરી શકાય નહીં કે શોર મચાવી શકાય નહીં. જો કોઈ આવું કરે તો તેને પોલીસ પકડી શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link