તમે ધોરણ 10 પાસ છો? રેલવે લાવ્યું છે નોકરીની બંપર તક, આ રીતે કરો Apply

Tue, 04 Dec 2018-12:35 pm,

કુલ જગ્યા: 2090

અમજેર ડિવિઝન - 420 બીકાનેર ડિવિઝન - 412 જયપુર ડિવિઝન - 503 જોધપુર ડિવિઝન - 410 બીટીસી કેરિએઝ (અજમેર) - 166 બીટીસી લોકો (અજમેર) - 57 કેરિએઝ વર્કશોપ (બીકાનેર) - 37 કેરિએઝ વર્કશોપ (જોધપુર) - 85

ઉમેદવારોને 50 ટકા ગુણ સાથે દસમું પાસ અથવા તેની સમકક્ષ હોવું જરૂરી છે. આ ઉપરાંત તેની પાસે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ અથવા તેના સમકક્ષ અથવા NCVT/SCVT દ્વારા ઇશ્યૂ નેશનલ એપ્રેંટિસશિપ સર્કિફિકેટ હોવું જરૂરી છે. 

ઉમેદવારની ઉમર 30 ડિસેમ્બર 2018ના રોજ 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઇએ. અનામત ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર વય મર્યાદાની છૂટ આપવામાં આવશે. 

સામાન્ય અને ઓબીસી ઉમેદવારોને 100 રૂપિયાની ફી ચૂકવવી પડશે. એસસી/એસટી/વિકલાંગ/મહિલા ઉમેદવારોને કોઇ ચાર્જ ચૂકવવો નહી પડે. 

ઉમેદવારોની પસંદગી દસમા ધોરણના મેરિટના આધાર પર ડોક્યૂમેંટ વેરિફિકેશન બાદ થશે. 

ઇચ્છુક ઉમેદવાર નોર્થ વેસ્ટર્ન રેલવેની ઓફિશિયલ વેબસાઇટ www.rrcjaipur.in પર જઇને 30 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી આ પદ માટે અરજી કરી શકો છો. 

30 ડિસેમ્બર 2018

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link