ઇમરાન જ નહીં, આ ક્રિકેટર પણ છે રાજનીતિના મેદાનમાં આગળ
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને 1996માં રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ બનાવી અને 2018માં તેની પાર્ટીએ ચૂંટણીમાં સૌથી વધુ સીટ મેળવી છે. હવે તેમનું પીએમ બનવાનું લગભગ નક્કી છે.
શ્રીલંકાના સૌથી સફળ ક્રિકેટરોમાં સામેલ સનથ જયસૂર્ચા પણ રાજનીતિમાં રહ્યાં છે. જયસૂર્ચા શ્રીલંકામાં મહિંદા રાજપક્ષેની સરકારમાં ડેપ્યુટી મિનિસ્ટર હતા. (ફોટોઃ ડીએનએ)
પોતાની અલગ શૈલીથી કોમેન્ટ્રી માટે પ્રખ્યાત નવજોત સિંહ સિદ્ધૂએ 2004માં રાજનીતિમાં પગ મૂક્યો અને ખૂબ સફળ રહ્યાં. તેઓ સતત 2 વાર અમૃતસર લોકસભા સીટથી સાંસદ રહ્યાં. બાદમાં રાજ્યસભામાં ગયા પરંતુ ત્યાંથી રાજીનામું આપીને તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી અને મંત્રી બન્યા.
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અર્જુન રણતુંગાએ રાજનીતિમાં હાથ અજમાવ્યો અને તે સફળ રહ્યાં. વર્ષ 2001માં તેમણે કોલંબોથી પાર્લામેન્ટની ચૂંટણી લડી. તેઓ હાલમાં પોતાના દેશની સરકારમાં કેબિનેટ મંત્રી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અજહરૂદ્દીન પણ ક્રિકેટની પિચમાંથી રાજનીતિમાં આવ્યા. તેમણે વર્ષ 2009માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી અને જીતીને મુરાદાબાદથી સાંસદ બન્યા.
પોતાની બેબાક ટિપ્પણી માટે પ્રખ્યાત અને 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્ય કીર્તિ આઝાદે 2014માં દરભંગાથી ચૂંટણી જીતી. તેઓ દિલ્હી ગોલ માર્કેટ સીટથી ધારાસભ્ય પણ રહ્યાં છે. તેમના પિતા ભાગવત ઝા આઝાદ બિહારના મુખ્યપ્રધાન રહ્યાં છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન ચૌહાણ બે વાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર અમરોહાથી સાંસદ રહ્યાં. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં રમત-ગમત પ્રધાન છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફે 2014માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી પરંતુ તેઓ ઇલ્હાબાદથી હારી ગયા.