The Kerala Story જ નહીં બોલીવુડની આ ફિલ્મો માટે પણ દેશભરમાં થયો હતો હોબાળો
ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'નું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે. ફિલ્મમાં લવ જેહાદના મુદ્દાને દર્શાવવામાં આવ્યો છે જેને લઈ અનેક રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. પરંતુ વિવાદો વચ્ચે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે.
દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ પદ્માવત વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને કરણી સેનાએ દેશભરમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરવામાં આવી હતી.
'ધ તાશ્કંદ ફાઇલ્સ' ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુના રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને લઈને પણ રાજકીય વિવાદ થયા હતા.
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' કાશ્મીરી પંડિતોની દુર્દશા પર આધારિત છે. આ ફિલ્મ વર્ષ 2022માં રીલિઝ થઈ હતી અને ખૂબ જ હિટ રહી હતી. જોકે આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો.
અનુપમ ખેર સ્ટારર ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ રાજકીય વિવાદોમાં ફસાઈ હતી કોંગ્રેસ પાર્ટીએ ફિલ્મની રિલીઝના સમય સામે વાંધો ઉઠાવ્યો હતો.
વર્ષ 2017માં આવેલી ફિલ્મ 'ઇન્દુ સરકાર'માં વડાપ્રધાન ઇન્દ્ર ગાંધીએ જાહેર કરેલી કટોકટીનો સમય દર્શાવવામાં આવ્યો હતો. જેના પર પણ ભારે વિવાદ થયા હતા.