ફટાફટ આ તારીખો નોંધી લો! ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નીકળી જવાના છે ભૂક્કા, મે કરતા એપ્રિલ રહેશે ભયાનક!

Mon, 08 Apr 2024-4:18 pm,

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી આવી છે. એપ્રિલ મહિનામાં ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એપ્રિલ, મે અને જુન મહિનાના વાતાવરણની એક્ટિવિટી વિશે આગાહી કરી છે. જેમાં તેમણે આગામી ત્રણ મહિના કેવા જશે તે અંગે ભવિષ્ય ભાંખ્યું છે.   

અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે. 

તારીખ 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. તારીખ 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી , મહીસાગર, દાહોદ , છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે. આમ ગરમી અને વરસાદની એક સાથે આગાહીને કારણે લોકો પણ પરેશાન થઈ ગયા છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. 

તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. હવામાન ખાતાની આગાહી મુજબ, ૧૧મીના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબકાંઠા તેમજ મહિસાગર અને દાહોદમાં માવઠું પડશે. ૧૨મી એપ્રિલના રોજ ભરૂચ, સુરત અને નવસારીમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ૧૩મી એપ્રિલના રોજ ભરૂચ, સુરત અને નવસારી સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે. રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે. જોકે, આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ પ્રકોપ રહેશે. પરંતું રાજ્યમાં આગામી 10 અને 11 તારીખ વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link