China નો ખેલ! દર અઠવાડિયે પેદા કરી રહ્યું છે 2 કરોડ `સારા` મચ્છર, આ છે હેતુ

Sat, 11 Sep 2021-12:23 am,

શું તમે પણ જાણો છો કે સારા મચ્છર કયા હોય છે? જોકે કેટલાક ખાસ મચ્છરને સારા મચ્છર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે બિમારી ફેલાવનાર મચ્છરોની ગ્રોથને પોતાની રીતે રોકી દે છે. આ કામ ચીને એક રિસર્ચ બાદ શરૂ કર્યું છે.  

આ મચ્છર એક ફેક્ટરીમાં તૈયાર થાય છે. ચીનના દક્ષિણી વિસ્તાર ગુઆંગઝોઉ (Guangzhou) માં એક ફેક્ટરી છે, જે આ સારા મચ્છરોને બનાવે છે. આ ફેક્ટરીમાં દર અઠવાડિયે 2 કરોડ મચ્છરોનું ઉપ્તાદન થાય છે. આ મચ્છર જો વોલ્બાચિયા બેક્ટેરિયા (Wolbachia Bacteria) સંક્રમિત હોય છે, તેનો પણ એક ફાયદો છે. 

ચીનને સુન યેત સેત યૂનિવર્સિટી અને મિશિગન યૂનિવર્સિટીના એક રિસર્ચથી ખબર પડી છે કે જો વોલ્બાચિયા બેક્ટેરિયા (Wolbachia Bacteria) ના સંક્રમિત મચ્છર તૈયાર કરવામાં આવે તો તે બિમારી ફેલાવવા માટે મોટાપાયે મચ્છર પેદા કરનાર માદા મચ્છરોને વાંઝીયા બનાવી શકે છે. પછી તેના આધારે ચીનમાં મચ્છરોનું ઉત્પાદન શરૂ થયું. આ સારા મચ્છરોને વોલબેચિયા મોસ્કિટો પણ કહેવામાં આવે છે. 

પહેલાં આ મચ્છરોને ગુઆંગઝોઉની ફેક્ટરીમાં બ્રીડ કરવામાં આવે છે. પછી જંગલો અને મચ્છરોની મોટી સંખ્યાવાળી જગ્યા પર છોડવામાં આવે છે. ફેક્ટરીમાં પેદા થનાર મચ્છર માદા મચ્છરોને મળીને તેમની પ્રજનન ક્ષમતા ખતમ  કરી દે છે. પછી તે એરિયામાં મચ્છર થવા લાગે છે અને તેનાથી બિમારીઓની સારવાર થવા લાગે છે. 

મચ્છરોને પેદા કરવાનું કામ ચીનની આ ફેકટરી આ કામ માટે દુનિયાની સૌથી મોટી ફેક્ટરી છે. આ 3500 વર્ગ મીટરમાં ફેલાયેલી છે. તેમાં 4 મોટા વર્કશોપ છે. દરેક વર્કશોપ દર અઠવાડિયે લગભગ 50 લાખ મચ્છરોનું ઉત્પાદન કરે છે. 

ચીન આમ આજથી નહી પરંતુ વર્ષ 2015થી કરી રહ્યું છે. પહેલાં તો આ મચ્છર ફક્ત ગુઆંગઝોઉ માટે તૈયાર કરવામાં આવતા હતા, કારણ કે અહીં ડેન્ગ્યૂ ફેલાય છે. હવે અહીં મચ્છરોને ઘણી હદે કંટ્રોલ કરવામાં આવ્યા છે જો કે બિમારીઓને પણ કાબૂમાં થઇ ચૂકી છે. હવે આ ફેક્ટરીથી મચ્છરોનું ઉત્પાદન કરીને તેમને ચીનના બીજા વિસ્તારોમાં પણ મોકલવામાં આવવામાં આવી રહ્યા છે.  

ફેક્ટરીમાં પેદા થયેલા મચ્છર અવાજ તો ખૂબ કરે છે પરંતુ એક ખાસ સમય બાદ ખતમ થઇ જાય છે. ખાસ વાત એ છે કે તેના કોઇપણ પ્રકારની બિમારીઓ ફેલાવવાનો કોઇ ખતરો પણ નથી. આ ફેક્ટરીમાં પેદા થયેલા તમામ મચ્છર નર હોય છે. લેબમાં આ મચ્છરોના જીનમાં ફેરફાર કરી દેવામાં આવે છે.  

ચીનનો આ પ્રોજેક્ટ એટલો સફળ રહ્યો છે કે બ્રાજીલમાં પણ ચીન એવી જ એક ફેક્ટરી ખોલવા જઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે ચીનની આ અનોખી રીત પોતાની પહેલી ટ્રાયલમાં જોરદાર સફળતા મળી હતી. જેના વિસ્તારમાં આ મચ્છરોને છોડવામાં આવ્યા, ત્યાં થોડા સમયમાં 96% મચ્છર ઓછા થઇ ગયા. ત્યારબાદ ચીને તેનો ઉપયોગ મોટાપાયે કરવાનું શરૂ કર્યું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link