ગુજરાત પરથી એકાએક ખસી ગયા વાદળો! વરસાદી સિસ્ટમ ઠંડી પડી જતા આગાહીનું આખું ચિત્ર પલટાયું!

Sun, 08 Sep 2024-8:57 am,

ગુજરાતમાં હવામાનની આગાહીનું આખેઆખું ચિત્ર પલટાઈ ગયું છે. જ્યાં વાદળો મંડરાયેલા હતા ત્યાં હવે ઉઘાડ નીકળ્યો છે. આ વચ્ચે એક મોટી આગાહી આવી છે. રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ રાજસ્થાનના બિકાનેરથી પસાર થતું મોન્સૂન ટ્રફ રાજ્યમાં વરસાદ લાવી શકે છે. આવતીકાલથી કોઈ સિસ્ટમ ન હોવાના કારણે વરસાદનું જોર ઘટશે. જો કે, વરસાદનું જોર ઘટવાની સાથે ગરમીનું પ્રમાણ વધી શકે છે. હાલ હવામાન વિભાગ દ્વારા ક્યાંય રેડ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી. માત્ર છુટોછવાયો વરસાદ આવશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આ સીઝનમાં રાજ્યમાં સામાન્ય કરતા 51 ટકા વધુ વરસાદ પડ્યો. આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે. બિકાનેરથી પસાર થતાં મોન્સુન ટ્રફને લઈને રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાત રીજનમાં 28% વધુ, જ્યારે કે સૌરાષ્ટ્ર તરફ 83% વધુ વરસાદ નોંધાયો છે. આવતી કાલથી વરસાદની સિસ્ટમ ન હોવાને લઈને વરસાદનું જોર ઘટશે.   

ગુજરાત પાસેથી મોન્સૂ ટ્રફ પસાર થતો હતો તેની અસર રાજ્ય પર જોવા મળી હતી, હવે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવે તો રાજ્યમાં વરસાદની એક્ટિવિટી શરુ થઈ શકે છે. જોકે હાલ તો ગુજરાત પર મંડરાયેલી તમામ સિસ્ટમ ઠંડી પડી ગઈ છે. તેથી હાલ ગુજરાત પર રેડ કે ઓરેન્જ એલર્ટ નથી.

મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં ત્રણ દિશામાંથી ફાયદો મળી રહ્યો છે. પ્રથમ, દક્ષિણ તરફથી આવતા વાદળો જે ગુજરાત રાજસ્થાન તરફ વળ્યા પછી મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગને અસર કરી રહ્યા છે. બીજું, બિહારથી ઉતરતા વાદળો રાજ્યના પૂર્વ ભાગને અસર કરી રહ્યા છે અને ઉત્તરથી ઉતરતા વાદળો ઉત્તરીય ભાગને અસર કરી રહ્યા છે. તેથી, દિવસ દરમિયાન રાજ્યના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વરસાદની સંભાવના છે, જ્યારે બપોરે દક્ષિણ-પૂર્વ દિશામાં વરસાદની સંભાવના છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link