PAN કાર્ડમાં થયો એક `ખાસ` ફેરફાર

Wed, 11 Apr 2018-2:03 pm,

પરમેનેંટ એકાઉન્ટ નંબર એટલે કે PAN ને લઇને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (સીબીડીટી)એ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશ ઇન્કમ ટેક્સના કાયદાની કલમ 139એ અને 295 હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. પાન નંબર માટે નવું એપ્લિકેશન ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે. જોકે સરકારે ઇન્કમ ટેક્સ નિયમોમાં ફેરફાર કરતાં ટ્રાંસજેંડર્સ માટે અલગ કોલમ બનાવવામાં આવી છે. હવે ટ્રાંસજેંડર્સ પણ પોતાની ઓળખ સુનિશ્વિત કરી કરવા માટે પાન કાર્ડ ફોર્મમાં તેમના માટે સ્વતંત્ર લિંગની કોલમ બનાવવામાં આવી છે. 

સીબીડીટીએ એક સૂચના જાહેર કરતાં પાન કાર્ડ અરજીના ફોર્મમાં એક નવું ટિક બોક્સ બનાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે ઇન્કમ ટેક્સ વિભાગ માટે નીતિઓ બનાવવાનું સર્વોચ્ચ કામ આ બોર્ડ કરે છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર ઇન્કમ ટેક્સની કલમ 139એ માં સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી પાન કાર્ડના અરજી ફોર્મમાં લિંગની પસંદગી માટે ફક્ત પુરૂષ અને મહિલાની શ્રેણીનો વિકલ્પ હતો. 

ટ્રાંસજેંડર્સ માટે બોર્ડને કેટલીક ભલામણો મળી હતી, ત્યારબાદ ટેક્સ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો. ટ્રાંસજેંડર કોમ્યુનિટીના લોકોને પાન કાર્ડ બનાવવામાં ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી અને આ સમસ્યા ખૂબ ઉંડી હતી. આધાર કાર્ડમાં થર્ડ જેંડરની જોગવાઇ તો કરવામાં આવી હતી, પરંતુ પાન કાર્ડમાં ન હતી. એટલા માટે ટ્રાંસજેંડર આધાર દ્વારા પાન લિંક કરવામાં સક્ષમ ન હતા. નવો ફેરફાર ફોર્મ 49 એ (ભારતીય નાગરિકો માટે પાન કાર્ડ એપ્લિકેશન ફોર્મ)માંફોર્મ)માં જોવા મળશે. 

10 આંકડાનો યૂનિક નંબર છે પાન- પાન એક 10 આંકડાનો યૂનિક અલ્ફાન્યૂમેરિક નંબર હોય છે, જેને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇંડિવિજુઅલ અને કંપનીને ઇશ્યૂ કરવામાં આવે છે. આ ઇન્કમ ટેક્સ સંબંધી બધી લેણદેણ માટે જરૂરી હોય છે. સરકારે આધારને આઇટીઆર ફાઇલ કરવા અને નવું પાન કાર્ડ બનાવવા માટે અનિવાર્ય હોય છે. 

ઇન્કમ ટેક્સ કાયદાનની કલમ 139 એએ (2) હેઠળ દરેક વ્યક્તિને જેની પાસે 1 જુલાઇ 2017 સુધી પાન કાર્ડ છે અને આધાર કાર્ડ લેવા માટે પાત્ર છે, તેને પોતાના આધાર નંબર ટેક્સ ઓથોરિટીઝને આપવો અનિવાર્ય રહેશે. ટેક્સ ફાઇલ કરવાની પ્રક્રિયામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે ગત વર્ષની માફક હશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link