હવે SIM Port કરાવવા માટે નહીં જોવી પડે રાહ, 1 જુલાઈથી બદલાઈ રહ્યા છે આ નિયમ

Sun, 30 Jun 2024-3:34 pm,

1 જુલાઈ 2024થી સિમ પોર્ટ કરાવવાનો નિયમ બદલાઈ રહ્યો છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણએ જણાવ્યું છે કે હવે સિમ બદલ્યા પછી તમારે માત્ર 7 દિવસ રાહ જોવી પડશે, પહેલા તમારે 10 દિવસ રાહ જોવી પડતી હતી. લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.  

તમારા મોબાઇલ નંબરને એક ટેલિકોમ કંપનીમાંથી બીજી કંપનીમાં બદલવાની પ્રક્રિયાને સિમ પોર્ટિંગ કહેવામાં આવે છે. SIM સ્વેપ સ્કેમથી બચવા માટે સિમ પોર્ટ કરાવતા પહેલા થોડો સમય રાહ જોવી પડશે. પહેલા આ સમય 10 દિવસનો હતો જે હવે ઘટાડીને 7 કરવામાં આવ્યો છે.  

SIM સ્વેપ સ્કેમમાં સ્કેમર ફિશિંગ મારફતે લોકોની જાણકારી ચોરી કરી લે છે. ફિશિંગમાં કપટપૂર્ણ ઈમેઈલ અથવા મેસેજ મોકલવામાં આવે છે. આ મેસેજ અથવા તો બેંકના નામે મોકલી શકાય છે. તેમાં એવી લિંક્સ અથવા ફાઇલો હોય છે જેનાથી તમારા ફોન પર માલવેર ડાઉનલોડ થઈ જાય છે, જે તમારી પર્સનલ માહિતી ચોરી શકે છે.

પછી હેકર્સ ચોરીની માહિતીનો ઉપયોગ કરીને મોબાઇલ કંપનીમાં જઈને પોતાના નકલી દસ્તાવેજો બતાવે છે અને કહે છે કે તેમનો ફોન ચોરાઈ ગયો છે. પછી મોબાઇલ કંપની નવું સિમ ઇશ્યૂ કરે છે અને તમારો નંબર તેના પર પોર્ટ કરે છે. પછી ચોર આ નવા સિમનો ઉપયોગ કરી પોતાના બેંક એકાઉન્ટથી પૈસા કાઢવા માટે જરૂરી ઓટીપી હાંસલ કરી લે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link