ગાંધીજયંતી પર પૂણેમાં ખુલ્લુ મૂકાશે એવું સ્મારક, જે આખા વિશ્વમાં ક્યાંક નહિ જોયું હોય
આજેઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ આ વર્લ્ડ પીસ સ્મારકનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે ચાર દિવસના વિશ્વ સંસદનું આયોજન કરાયું છે. પૂણેમાં યોજાનારી આ ઈવેન્ટમાં 110 વક્તા અને દુનિયાભરમાંથી આવેલા હજારો ડેલિગેટ્સ ભાગ લેશે. જેમાં આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક વિષયો પર ચર્ચ કરવામાં આવશે. તો ઉદઘાટન પહેલા આ સ્મારકને ખાસિયત જાણવા જેવી છે. 62500 સ્કેવર ફીટમાં ફેલાયેલ આ અદભૂત સ્મારક એમઆઈટી ગ્રૂપ ઓફ ઈન્સ્ટિટ્યૂટના વિશ્વરાજ બાગ કેમ્પસમાં બનાવવામાં આવ્યું છે.વિશ્વ શાંતિ સ્મારકમાં વગર થાંભલાવાળું ગુંબજ મુખ્ય આકર્ષણ છે. જેનો વ્યાસ 160 ફીટ છે. વેટિકનમાં આવેલ ગુંબજનો વ્યાસ 139.6 ફીટ છે. વિશ્વ શાંતિ સ્મારકનો ગુંબજ 236 ફીટ ઊંચાઈ પર બનાવેયેલો છે. જેના કેન્દ્રમાં એક ઘંટ લટકાવવામાં આવ્યો છે.
અહીં બનાવાયેલું પ્રાર્થના ગર 30 હજાર સ્કેવર ફીટમાં ફેલાયેલું છે. જેમાં વિવિધ દેશો અને ધર્મોની 54 મહાન હસ્તીઓની કાસ્ય મૂર્તિઓ રાખવામાં આવી છે. જે હસ્તીઓમાં ગૌતમ બુદ્ધ, ઈસા મસીહ, મહાવીર, મૂસા, ગૂરુ નાનક અને મહાત્મા ગાંધી સામેલ છે. તેની સાથે જ મહાન બુદ્ધીજીવીઓમાં કન્ફ્યુશિયસ, આદિ શંકરાચાર્ય, અરસ્તુ, આર્યભટ્ટ, સુકરાત, પ્લેટો, ગેલેલીયો અને કોપરનિકસના મુજસ્સમે સામેલ છે. દાર્શનિક-સંતોમાં જ્ઞાનેશ્વર, તુકારામ, અબ્દુલ્લા શાહ કાદરી (બાબા બુલ્લા શાહના નામથી ફેમસ), ફ્રાન્સિસ ડી અસીસી, પીટર, મધર ટેરેસા તેમજ કબીર છે. વૈજ્ઞાનિકોમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન, થોમસ આલ્વા એડિસન, સીવી રામન, મૈરી એસ ક્યુરી અને જગદીશ ચંદ્ર બોઝની પ્રતિમાઓ છે.
આ પ્રતિમાઓનું વજન 1થી 2 ટન જેટલું છે, અને તે ચાર મીટર સુધીની ઊંચાઈની છે. આ મૂર્તિઓ 93 વર્ષના મહારાષ્ટ્રના ફેમસ મૂર્તિકાર રામ વી. સુતારે બનાવી છે.આ સ્મારકની ખાસિયત એ છે કે, આ ગુંબજના શીર્ષ સ્થાન પર એક એવી ચીજ છે, જે દુનિયામાં ક્યાંય જોવા નહિ મળે. તે જ્ઞાનની દેવી મા સરસ્વતીનું મંદિર છે. જ્યા પહોંચવા માટે વિશાળ સીડીઓ બનાવવામાં આવી છે. સંગેમરમરમાંથી બનાવેલ આ શાનદાર સ્મારકને આવતીકાલે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી પર ખુલ્લુ મૂકવામાં આવશે. તમને જણાવી દઈએ કે, એક ગરીબ ખેડૂત પરિવારમાંથી આવનાર 77 વર્ષીય વિશ્વનાથ કરાડ પૂણેની એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીના સંસ્થાપક-અધ્યક્ષ અને વર્લ્ડ પીસ સેન્ટરના મહાનિર્દેશક છે.