આ જાતકો માટે નવરાત્રીથી શરૂ થશે ગોલ્ડન પીરિયડ, લક્ષ્મીમાતાની એવી કૃપા થશે કે પૈસાનો જાણે વરસાદ થશે

Thu, 26 Sep 2024-1:26 pm,

વૃષભ રાશિના જે જાતકો લાંબા સમયથી નોકરી અને પ્રમોશન મેળવવા માટે રાહ જોતા હતા તેમની ઈચ્છા આ મહિને પૂરી થઈ શકે છે. આ સાથે જ મોટો આર્થિક લાભ પણ થશે. અધૂરા કામ પૂરા થશે. વેપારીઓને ખુબ નફો થશે. જીવનમાં ખુશહાલી આવશે. 

મિથુન રાશિવાળા માટે ઓક્ટોબર મહિનો ખુબ ખુશીઓ લઈને આવશે. કરિયરમાં ઉંચી છલાંગ લગાવશે. પ્રગતિનો રસ્તો સરળ થશે. યશ મળશે. લવ લાઈફમાં પ્રેમ વધશે. પરિણીત જાતકો માટે ખુબ સારો સમય રહેશે. 

ઓક્ટોબર મહિનાની લકી રાશિઓમાં કર્ક રાશિ પણ સામેલ છે. આ રાશિના લોકોને એકથી એક ચડિયાતી ડીલ મળશે. ખુબ લાભ મેળવશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. બધા તમને સપોર્ટ કરશે. 

આ મહિને સિંહ રાશિના જાતકોને કોઈ નવી ઉપલબ્ધિ મળશે. તમે પ્રસન્ન રહેશો અને આત્મવિશ્વાસ પણ વધેલો રહેશે. કરિયરમાં નવી તકો મળશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ સારા થશે. સમસ્યાઓનો લાંબો દોર ખતમ થશે. 

ઓક્ટોબરનો મહિનો કન્યા રાશિના જાતકો માટે ખુબ શુભ સાબિત થશે. અપ્રત્યાશિત સ્ત્રોતોથી આવક થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. લક્ષ્ય મેળવવા માટે તનતોડ મહેનત કરજો. 

તુલા રાશિવાળા માટે ઓક્ટોબર મહિનો જીવનમાં સુવર્ણ કાળ લાવનારો રહેશે. તમે ઓફિસ અને ઘર બંને જગ્યાએ મહત્વની ભૂમિકા ભજવશો.  કરિયરમાં ખુબ પ્રગતિ થઈ શકે છે. આવક વધવાથી બેંક બેલેન્સમાં પણ વધારો થશે. તમે ખુબ ખુશ રહેશો. લગ્ન નક્કી થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link