Photos: એક પછી એક 3 ટ્રેનોની ટક્કર, અત્યંત દર્દનાક તસવીરો...PM મોદી જશે ઓડિશા

Sat, 03 Jun 2023-1:37 pm,

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં બચી ગયેલા લોકોની હૃદયદ્રાવક સ્ટોરીઓ બહાર આવી રહી છે. લોકો તેમના પ્રિયજનોને ગુમાવ્યા પછી બેશુદ્ધ અને અવાક છે. એમને વિશ્વાસ નથી આવતો કે એમના પરિવારજનો હવે એમની સાથે નથી. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓની ઘણી દર્દનાક વાતો બહાર આવી રહી છે. જેને સાંભળીને દરેક કંપી જશે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી ઓડિશાના બાલાસોરમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. પીએમ મોદી ત્યાં જઈને પીડિતોને પણ મળશે. આ પહેલા પીએમ મોદીએ આજે ટ્રેન અકસ્માતને લઈને એક ઈમરજન્સી મીટિંગ પણ કરી.   

ઓડિશાના બાલાસોરમાં બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી એકબીજા સાથે અથડાઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 261 લોકોના મોત થયા છે. તેમજ 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડો વધી રહ્યો છે.  

ખરેખર, સુપરફાસ્ટ ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસ તમિલનાડુના ચેન્નઈથી પશ્ચિમ બંગાળના શાલીમાર સ્ટેશન તરફ જઈ રહી હતી. આ ઘટના શુક્રવારે સાંજે લગભગ 7.20 વાગ્યે બહંગા બજાર સ્ટેશન પર બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના ઘણા ડબ્બા ગુડ્સ ટ્રેન પર ચઢી ગયા હતા.

ભારતીય રેલ્વેએ પોતાના નિવેદનમાં કહ્યું કે ટ્રેન નંબર 12841 ચેન્નાઈ સેન્ટ્રલથી શાલીમાર જઈ રહી હતી. 2 જૂને બપોરે 3.30 કલાકે તે શાલીમાર જવા નીકળી હતી. ખડગપુર ડિવિઝનના બહનાગા બજાર રેલવે સ્ટેશન પાસે રાત્રે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.  

મળતી માહિતી મુજબ, હાવડા જતી બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા બહાનાગા ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા અને અન્ય ટ્રેક પર પડ્યા હતા. પાટા પરથી ઉતરી ગયેલા આ કોચ શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા હતા અને તેના કોચ પણ પલટી ગયા હતા.  

કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલગાડી સાથે અથડાઈ હતી. જેના કારણે માલગાડી પણ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગઈ હતી.

હાલ અપ અને ડાઉન બંને ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. અહીં રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ઓડિશા સરકાર મદદ માટે જનરેટર અને લાઇટ સાથે અકસ્માત સ્થળે પહોંચી હતી. NDRFની ઘણી ટીમો કામે લાગી છે.  

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં બચી ગયેલા લોકોની હૃદયદ્રાવક સ્ટોરીઓ બહાર આવી રહી છે. લોકો તેમના પ્રિયજનોને ગુમાવ્યા પછી કણસી રહ્યાં છે. એમને ભરોસો નથી થતો કે પરિવાર જનો થોડા સમય પહેલાં એમની સાથે હતા. હવે એ સાથ છોડીને જતા રહ્યાં છે.  

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા ચેન્નઈ જઈ રહેલા એક મુસાફરે જણાવ્યું કે અમે S5 બોગીમાં મુસાફરી કરી રહ્યા હતા. ઘટના સમયે હું મારી સીટ પર સૂતો હતો. અચાનક એક આંચકો આવ્યો અને બોગી પલટી ગઈ. પાછળથી મેં જોયું કે કોઈનું માથું નહોતું અને કોઈનો હાથ કે પગ નહોતો.

તેણે કહ્યું કે અમારી સીટ નીચે એક 2 વર્ષનું બાળક હતું, જે સુરક્ષિત રીતે બચી ગયું હતું. બાદમાં અમે તેના પરિવારના સભ્યોને બચાવ્યા. આ જ સમયે અન્ય એક મુસાફરે કહ્યું કે મારી આંખ લાગી ગઈ હતી. જ્યારે ટ્રેન અકસ્માત થયો ત્યારે મારી બોગી પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં વધુ લોકો માર્યા ગયા કારણ કે તેમાં બે પેસેન્જર ટ્રેન સામેલ છે. જ્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ ત્યારે ઘણા લોકો કોચમાં ફસાઈ ગયા. આ ઉપરાંત અંધારપટના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link