Office Vastu Tips: ઓફિસની ડેસ્ક પર રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, પ્રમોશન અને પગાર વધારો થશે તુરંત
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસની ડસ્ટક પર વાંસનો છોડ રાખવો શુભ ગણાય છે. તેનાથી પોઝિટિવિટી વધે છે અને નેગેટીવ એનર્જી દૂર થાય છે. જેના કારણે કાર્યમાં સફળતા મળે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસની ડેસ્ક પર ભગવાન ગણેશની મૂર્તિ રાખવી પણ લાભકારક છે. તેનાથી નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને કરિયરમાં પણ સફળતા મળે છે. આ મૂર્તિને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી.
ઓફિસની ડેસ્ક પર ભગવાન ગૌતમ ની મૂર્તિ પણ રાખી શકાય છે. કહેવાય છે કે આ મૂર્તિ સામે રાખવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને માનસિક શાંતિ વચ્ચે એકાગ્રતાથી કામ કરી શકાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસની ડેસ્ક પર ક્રિસ્ટલ ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાથી શુભ ફળ મળે છે. તેનાથી અટકાયેલા કાર્યોમાં પણ ગતિ આવે છે અને આર્થિક સ્થિતિ પણ સ્થિર થાય છે.
ઓફિસની ડેસ્ક પર સિક્કા ભરેલું વહાણ રાખવું પણ શુભ ગણાય છે. તેનાથી સફળતાના દ્વાર ખુલે છે અને કરિયરમાં ગ્રોથ મળે છે. સાથે જ સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.