Ola Electric સ્કૂટરની થશે હોમ ડિલિવરી! માત્ર 499માં બુકિંગ, 80,000નું છે સ્કૂટર

Thu, 22 Jul 2021-4:50 pm,

ઓલાના સ્કૂટરની બુકિંગ એક લાખને પાર થયા પછી ગ્રાહકોને સ્કૂટરની હોમ ડિલિવરી આપવાની યોજના બનાવવામાં આવી.  Ola ઈલેક્ટ્રિક સ્કૂટર્સની સીધી જ ડિલિવરી કરાવાશે કોઈ ડિલરશિપ રાખવામાં નહીં આવે. એટલે કે આ આખી ડિલમાં માત્ર મેન્યૂફેક્ચરર એટલે Ola અને ગ્રાહક વચ્ચે જ ડિલ થશે.

Ola એ અલગથી એક લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટ તૈયાર કર્યો છે, જે સીધી ખરીદી કરવાની પ્રક્રિયામાં ગ્રાહકને મદદ રૂપ થશે. આ વિભાગ ગ્રાહકોના પેપર વર્ક, લોન, એપ્લીકેશનના કામમાં મદદ કરશે. આ દરેક કામ ગ્રાહકોને ઓનલાઈન જ કરવાના રહેશે. લોજિસ્ટિક્સ ટીમ જ સ્કૂટરનું રજિસ્ટ્રેશન કરાવશે અને ગ્રાહકના ઘર સુધી સ્કૂટરની ડિલિવરી પણ આપશે. હોમ ડિલિવરી માટે દેશની ઘણી બધી જગ્યા પર હબ તૈયાર કરવામાં આવશે જ્યાં આ સ્કૂટર્સને રાખવામાં આવશે અને ત્યાંથી ડિલિવરી થશે.

Ola ઈલેક્ટ્રિક સ્કૂટર અંગે કહેવામાં આવી રહ્યું છે કે, આ માત્ર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે. 50 ટકા બેટરીમાં આ સ્કૂટર 75 કિલોમીટર સુધી ફરી શકે છે. ફુલ ચાર્જ કરવાથી તે લગભગ 150 કિલોમીટર ચાલશે.

Ola ના ગ્રુપ CEO અને ચેરમેને ટ્વિટર પર એક મુહિમ શરૂ કરી જેમાં લોકોને કલર ઓપ્શન્સ અંગે પૂછવામાં આવ્યું. ચેરમેને સફેદ રંગના ઈલેક્ટ્રિક સ્કૂટરનો ફોટો શેયર કર્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે, Ola સ્કૂટર 10 રંગમાં ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link