Photos : આખી દુનિયા ન ભૂલે તેવો ઈતિહાસ ઈન્દિરા ગાંધીએ 1966માં આજના દિવસે રચ્યો હતો

Sat, 19 Jan 2019-8:32 am,

વર્ષ 1966થી 1977 સુધી સતત 3 પારી માટે ભારતના વડાપ્રધાન રહ્યા હતા. ત્યાર બાદ ચોથી પારીમાં 1980થી લઈને 1984માં તેમની હત્યા સુધી તેઓ વડાપ્રધાન રહ્યા હતા. 19 જાન્યુઆરીએ ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન બન્યાના બીજા દિવસે એટલે કે 20 જાન્યુઆરી, 1966ના રોજ મોટાભાગના પેપરમાં હેડલાઈન્સ હતી કે, 48 કરોડ લોકોના વડાપ્રધાનને નાતે 48 વર્ષના ઈન્દિરા ગાંધી દુનિયાની સૌથી તાકાતવાર મહિલા બની ગઈ છે.

આ રિપોર્ટમાં લખાયું હતું કે, તેમને ભારે બહુમતથી કોંગ્રેસ પાર્ટીના નેતા પસંદ કારયા છે, અને તેઓએ મોરારજી દેસાઈને પરાજિત કર્યા છે. એક સમયે પૂર્વ ફાઈનાન્સ મંત્રી મોરારજી દેસાઈને તાર્કિક ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા, પરંતુ 20 મહિના પહેલા તેમને શાસ્ત્રીથી પણ મ્હાત ખાવી પડી હતી. તે સમયે રેસમાં ગુલજારીલાલ નંદાનું નામ પણ આગળ ચાલી રહ્યું હતું. પણ ત્યારે તેમને પોતાનું નામ પરત લઈ લીધું હતું. ઔપચારિક રીતે ઈન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરીના રોજ પદભાર સંભાળ્યો હતો.  

મોરારજી દેસાઈ પર પણ ઉમેદવારી પરત લેવા માટે દબાણ નાખવામાં આવ્યું હતું. પણ મોરારજી ટસ ના મસ ન થયા. તેમણે પોતાની ઉમેદવારી પરત ન લીધી હતી. આખો દેશ એમ માનતુ હતું કે, વડાપ્રધાન પદ માટે ઉભા રહેલા મોરારજી દેસાઈને ઓછા સાંસદોનું સમર્થન મળશે. પરંતુ પરિણામ તો ચોંકાવનારું આવ્યું હતું. મોરારજી દેસાઈને 169 સાંસદોનું સમર્થન મળ્યું હતું. જ્યારે કે, બાકીના સાંસદોના સમર્થનથી ઈન્દિરા ગાંદી 19 જાન્યુઆરી, 1966ના રોજ દેશના પહેલા મહિલા વડાપ્રધાન બન્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link