35 વર્ષની સુંદર મહિલાએ લગાવ્યો 90 હજાર કરોડનો ચૂનો, જાણો કોણ છે આ ફ્રોડ ક્વિન
નવી દિલ્હી: વર્ષ 2016 માં બિટકોઇનની ચમક ઝાંખી પડવા લાગી હતી. કારણ કે, બે વર્ષ પહેલાં બજાર આવી વધુ ક્રિપ્ટો કરન્સી. તેનું નામ વનકોઇન હતું. આ ક્રિપ્ટો કરેન્સી બલ્ગેરિયાની એક કંપનીમાં લાવી હતી. આ કંપનીની માલકીન રૂજા ઇગ્નાટોવા હતી. જે ખૂબ જ સુંદર હતી અને આ ક્રિપ્ટો ચલણની જ બ્રાન્ડ એમ્બેસેડર હતી.
રૂજા ઇગ્નાટોવા દુનિયાભરમાં ફરી ફરીને કહ્યું કે વનકોઈન ભવિષ્યની કરેન્સી છે. તેમાં રોકાણ કરવું ખુબ જ સુરક્ષિત છે અને સૌથી વધારે ફાયદો આપનારી કરેન્સી પણ આ જ છે. એટલું જ નહીં રૂજાને વનકોઈનને બિટકોઈનનો કિલર ગણાવ્યો હતો. માર્કેટ પણ આ સંકેત આપી રહ્યું હતું. વનકોઈનની કિંમત સતત વધી રહી હતી અને લોકો તેમાં ભારે રોકાણ કરી રહ્યા હતા.
તમને જણાવી દઇએ કે, રૂજા ઇગ્નાટટોવાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને જર્મનીની એક યુનિવર્સિટીમાં પીએચડી કરી છે. તેણે જણાવ્યું હતું કે, પીએચડી બાદ તેણે મેકેન્ઝી એન્ડ કંપનીની સાથે કામ કર્યું છે. આ કંપની દુનિયાની જાણીતી બિઝનેસ કન્સલ્ટિંગ કંપની છે.
રૂજાએ ફક્ત ત્રણ વર્ષમાં (2014-2016) દુનિયામાંથી લગભગ 12 અબજ ડોલર એકત્ર કર્યા. તે સમગ્ર દુનિયામાં ક્રિપ્ટો કરેન્સીની રાણી તરીકે જાણીતી હતી. મોટા મીડિયા હાઉસ તેની સફળતા પર કવર સ્ટોરીઝ કરવા લાગ્યા હતા અને ત્યારે આવ્યું વર્ષ 2017.
વર્ષ 2017 માં રૂજાએ કહ્યું કે, તે એક નવી યોજના લાવી રહી છે. ત્યારબાદથી તે ગાયબ થઈ ગઈ છે. દુનિયાભરના રોકાણકારો બરબાદ થઈ ગયા. એફબીઆઇ અને એમઆઇ 5 જેવી એજન્સીઓ તેને શોધી રહી છે. એવુ માનવમાં આવી રહ્યું છે કે, તેણે તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી અને તેનો ચહેરો બદલી નાખ્યો છે. હાલમાં તેની ઉંમર41 વર્ષ હશે. પરંતુ છેલ્લા 4 વર્ષથી કોઈએ તેને જોઈ નથી. આ રીતે રૂજાએ ફક્ત 3 વર્ષમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી અને રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. દુનિયાની એજન્સીઓ વનકોઈનને હલ કરવામાં નિષ્ફળ ગઈ છે.