અમદાવાદમાં નશામાં ધૂત વધુ એક નબીરાએ કર્યો અકસ્માત, ઔડીથી 5 વાહનોને ટક્કર મારી
અમદાવાદ શહેરમાં નબીરાઓનો આતંક વધ્યો. આંબલી બોપલ રોડ નબીરાએ સર્જ્યો અકસ્માત. ઓડી કાર ચાલકે 4થી 5 વાહનોને લીધા અડફેટે. નબીરાઓ અનેક બાઈકોને કચડ્યા. નશામાં ધૂત અને સિગારેટ પીને ચલાવી રહ્યો હતો કાર. ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકને માર માર્યો.
અમદાવાદના આંબલી-બોપલ રોડ પર નશામાં ચૂર ઓડી ચાલકે 5-7 વાહનોને અડફેટે લીધા હતા. આટલું કર્યા બાદ પણ નબીરાના તેવર ઓછા થયા ન હતા. તેણે ગાડીમાં જ બેસીને લોકોની સામે સિગારેટના દમ માર્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે, તે ફુલ પીધેલો હતો'
અકસ્માત સર્જનાર યુવકનું નામ ધન્ના શેઠ હોવાનું સામે આવ્યું છે. ઔડી ચાલક ધન્ના શેઠનું મૂળ નામ રિપલ મહેશભાઈ પંચાલ છે. ઔડી ચાલક ધન્ના શેઠ રિપલ અમદાવાદના બોડકદેવનો રહેવાસી છે. તેણે પોતાની ઓડી કાર નંબર GJ-18 BJ 6780 થી અકસ્માત સર્જ્યો હતો.