ગુજરાત પર આવી રહ્યો છે મોટો ખતરો! ચીનના વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી થશે, આ તારીખ નોંધી લો
બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે. જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. જો આ ડીપ ડિપ્રેશન ગુજરાત સુધી આવે તો ગુજરાત પર પણ ફરીથી વરસાદી સંકટ લાવશે. આ કારણે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે. જોકે, તેના કારણે 13થી 15 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બનશે. આ સિસ્ટમ ગુજરાતમાં છપ્પર ફાડકે વરસાદ આવશે. ચીનમાં આવેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળવાની છે. આવામાં અંબાલાલ પટેલની પણ આગાહી આવી ગઈ છે.
9મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું 30-40 કિમી પ્રતિ કલાક આવવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ સર્જાયા છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આજે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આજે પંચમહાલમાં વરસાદ વધુ રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 9 ને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે. જેનાથી ડીપ ડિપ્રેશન બનશે. જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.
ટાયફૂન યાગી આ વર્ષનું 11મું વાવાઝોડું છે. જે શુક્રવારે ચીનમાં પહેલા હેનાન અને પછી ગુઆંગડોંગ પ્રાંતમાં બે વાર લેન્ડફોલ કર્યું હતું. ચીને શુક્રવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં દક્ષિણી ક્ષેત્રમાં પૂરની ચેતવણી અને ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્ર અને ઉત્તર વિયેતનામમાં પૂર આવવાની સંભાવના છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી દસ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.