કેમ આ લોકો CMO ના નામે આટલો પાવર કરે છે, તસવીરો જોઈ લો, તમે પણ કહેશો કે કેમ કરે છે

Tue, 22 Aug 2023-9:12 am,

કિરણ પટેલ આ નામ સાંભળતા જ આપને યાદ આવી જશે કે પીએમઓ નાં અધિકારી ખોટી ઓળખ આપી અનેક સાથે સંબંધો બાંધી અને કરોડો રૂપિયાની છેતરપિંડી અને લોકોને મૂર્ખ બનાવવાના કિસ્સાઓ હાલમાં સામે આવ્યા હતા, ત્યારે આવો વધુ એક કિરણ પટેલ એટલે કે લવકુશ દ્વિવેદી કે જે સીએમઓ નાં અધિકારી તરીકેની પોતાની ઓળખ આપી ગુજરાત અન્ય રાજ્યોમાં અનેક અધિકારી પર રોફ જમાવ્યો, અનેક વીઆઇપી સુવિધાઓ મેળવી અને લોકોને ધાક ધમકીઓ પણ આપી. તો કોણ છે આ સીએમઓની અધિકારીની ઓળખ આપનાર ઠગબાજ જોઈએ આ ખાસ અહેવાલમાં...

ગુજરાતમાંથી વધુ એક કિરણ પટેલ ઝડપાયો છે કિરણ પટેલનું નામ સાંભળતા જ મહા ઠગ તરીકે ઓળખ સામે આવે છે અને આવો જ એક વધુ મહત્વ પોલીસે પકડી પાડ્યો છે હવે આ અલગ અલગ ફોટો જુઓ... ગુજરાતના મુખ્યમંત્રી તેમજ અન્ય નેતાઓ અને અધિકારીઓ સાથે અલગ અલગ જગ્યાઓ પર ફોટોમાં દેખાતો આ વ્યક્તિ કે જે પોતાની ઓળખ કોઈ વાર ભાજપના કાર્યકર્તા તરીકે તો અધિકારીઓ પાસે સીએમના ઉચ્ચ અધિકારીની ઓળખ આપી અને પોતાની ભલામણો કરાવતો હતો. 

આ ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે આરોપી લવકુશ દ્વિવેદી ના કાકા કે જે ઊંઝા ખાતે રહે છે અને ધંધો કરે છે ત્યાં જીએસટી વિભાગ દ્વારા સ્થળ તપાસને લઈને લવકુશ દ્વારા જીએસટીના અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો અને આ કેસને આગળ નહીં વધારવા માટે કહેવામાં આવ્યું હતું. જે ફોનમાં લવકુશ દ્વારા પોતાની ઓળખ સીએમોના અધિકારી તરીકે બતાવી હતી. જોકે જીએસટીના અધિકારીને શંકા જતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ એ લવકુશની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન અનેક નવા ખુલાસાઓ પણ થયા હતા.

આરોપી લવકુશ દ્વિવેદીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ જિલ્લા ના સાનદ માં રહે છે. લવકુશ પોતે સાણંદ ખાતે રહે છે અને કર્મકાંડ તેમજ સિક્યુરિટી સર્વિસ પ્રોવાઈડરનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે. આરોપી લવકુશની પૂછપરછમાં સામે આવ્યું કે તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર અનેક નેતાઓ અને અધિકારી સાથેનાં ફોટો રાખ્યા હતા જેથી અન્ય લોકોને તે ભાજપ પક્ષ સાથે ધરોબો ધરાવતો હોવાનું જણાવતો હતો તો બીજી તરફ તે ગુજરાત અને ગુજરાત બહારના અધિકારીઓને સીએમોના અધિકારી તરીકેની ઓળખ આપી અલગ અલગ કામો માટે ભલામણ કરતો હતો.

તો અમુક જગ્યાએ કોન્ટ્રાક્ટરોને પણ અમુક કામો માટે સૂચના આપતો હતો. વધુ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે વીઆઈપી સુવિધાઓ મેળવવા પણ તે પોતાને સીએમોના અધિકારી તરીકે ઓળખાવતો હતો એટલે કે કોઈ સર્કિટ હાઉસ કે અન્ય કોઈ સુવિધાઓ માટે પોતે પોતાની જાતને અધિકારી ગણાવતો હતો. બીજી તરફ તે ટ્રુ કોલરમાં પણ પોતાને સીએમોના અધિકારી હોવાનું ઓળખ રાખી હતી.

લવકુશ દ્વિવેદીને નેતાઓ અને આગેવાનો સાથે સંબંધો હતા જેનો ફાયદો ઉઠાવી તે પોતાના અંગત કામો કરાવવામાં માહિર હતો. અધિકારીઓ પાસે પણ આ લવકુશ દ્વિવેદીની અલગ છાપ હતી અને તે પોતાને સીએમોના જ અધિકારી તરીકે ઓળખ આપતો હતો. મહત્વનું છે કે હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા જીએસટીના અધિકારીની એક ફરિયાદ ઉપરથી લવકુશ ત્નીદ્વિવેદી ધરપકડ કરી છે. જોકે હવે સાયબર ક્રાઇમની ટીમ આ લવકુશ દ્વિવેદી દ્વારા અન્ય કઈ કઈ જગ્યા ઉપર ખોટી ઓળખ આપી અથવા તો કોઈ ધાક ધમકી આપી કે છેતરપિંડી કરી સહિતના ગુનાઓ આચાર્ય છે તેની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન જરૂર જણાશે તો લવકુશ દ્વિવેદી ઉપર અન્ય ફરિયાદ પણ નોંધવામાં આવી શકે છે. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે લવકુશ ત્રિવેદીના સંપર્કમાં કોણ કોણ નેતાઓ અને અધિકારીઓ હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link