Photos : જાણો રસપ્રદ કિસ્સા એ 1 વોટના, જે ચૂંટણીમાં સાબિત થયા હતા ગેમ ચેન્જર

Wed, 10 Apr 2019-12:53 pm,

1999માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકાર પોતાના વિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં થયેલા વોટિંગમાં માત્ર એક વોટથી હારીને સત્તાથી બહાર થઈ ગઈ હતી. જયલલિતાના નેતૃત્વવાળા અને એનડીએના સહયોગી દળ અન્નુદ્રમુકે પોતાનું સમર્થન અચાનક પરત લઈ લેતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. તેના બાદ બહુમત પરીક્ષણ માટે લોકસભામાં વિશ્વાસ પ્રસ્તાવ આવ્યો તો સરકારના પ્રસ્તાવના પક્ષમાં 269 અને વિપક્ષમાં 270 વોટ પડ્યા હતા. 

દેશમાં સામાન્ય ચૂંટણીઓમાં એક વોટથી હાર-જીત થવાની અનેક ઘટનાઓ ઘટી છે. 2004માં કર્ણાટકના સંથેરામહલ્લી વિધાનસભા સીટના ઈલેક્શનમાં કોંગ્રેસના ઉમેદવાર ધ્રુવનારાયણ પોતાના પ્રતિસ્પર્ધી જનતા દળ (સેક્યુલર)ના કે.આર. કૃષ્ણમૂર્તિથી માત્ર એક વોટથી ચૂંટણી જીત્યા હતા. આ ચૂંટણીમાં ધ્રુવનારાયણને 40,752 અને કૃષ્ણામૂર્તિને 40,751 વોટ મળ્યા હતા. તે દિવસોમાં મળેલા સમાચાર અનુસાર, મતદાનના દિવસે કૃષ્ણમૂર્તિના ડ્રાઈવરે તેમને મતદાન કરવા જવાની પરમિશન માંગી હતી. પણ તેમણે ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આ વાતનો અફસોસ તેમને આજીવન રહેતો હશે.

એક વોટથી હાર-જીતનો બીજો કિસ્સો રાજસ્થાન વિધાનસભાના 2008ના ઈલેક્શનમાં નાથદ્વારા સીટ પર બન્યો હતો. ત્યાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સી.પી.જોશી ભાજપના કલ્યાણ સિંહ ચૌહાણ સામે એક વોટથી હારી ગયા હતા. જોશ તે સમયે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ હતા, તેમજ રાજ્યના મુખ્યમંત્રી પદના દાવેદાર પણ હતા. મતગણતરીમાં ચૌહાણને 62,216 મતદાતાઓનું સમર્થન મળ્યું હતું, જ્યારે કે જોશીને તેમાંથી એક મત ઓછો એટલે કે 61,215 વોટ મળ્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link