આ ટચૂકડી માછલીને ઘરમાં રાખવાથી તમારી કિસ્મત સફેદ ઘોડાની જેમ દોડશે, બનશો લખપતિ

Tue, 22 Jun 2021-7:05 pm,

એરોવાના માછલી મીઠા પાણીમાં રહે છે. કેમ કે, ખારા પાણીની સરખામણીમાં તેમની સહનશીલતા ઓછી થાય છે. લોકો આ માછલીને ઘરમાં રાખવાનું પસંદ કરે છે. ફેંગસૂઈના હિસાબે એરોવાનાને ઘરમાં રાખવાથી પ્રગતિ થાય છે. આ ઉપરાંત, એમ પણ માન્યતા છે કે, ઘરમાં આ માછલીને રાખવાથી ન માત્ર રૂપિયા આવે છે કે, પરંતુ સંપત્તિમાં પણ વધારો થાય છે. 

મીડિયા રિપોર્ટની માનીએ તો, એરોવાના નર માછલી પોતાના મોઢામાં અંદાજે 50 દિવસ સુધી ઈંડા રાખી શકે છે. તે પોતાનું મોઢું ત્યારે જ ખોલે છે જ્યાં બચ્ચા ઈંડામાંથી બહાર આવવાની તૈયારીમાં હોય.  

આ માછલી બળશાળી અને સાહસી હોય છે. તે 20 વર્ષ સુધી જીવિત રહી શકે છે. તે 120 સેન્ટીમીટર સુધી વધી શકે છે અને વજનમાં લગભગ 5 કિલો હોય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં આ માછલી એક કરોડની આસપાસ વેચાય છે. પરંતુ બ્લેક માર્કેટમાં તેની બોલી 2 કરોડ સુધી પણ પહોંચે છે. 

એરોવાના માછલીઓ માંસાહારી હોય છે અને જ્યારે તે જંગલમાં પાણીની વચ્ચે રહે છે તો તે જળચર કીડા અને નાની માછલીઓને ખાઈને જીવે છે. પરંતુ જ્યારે તે કેદાં હોય છે તો કાચીંડા, નાની માછલીઓ, ઝીંગા, માછલીનું માંસ અને બીજું કંઈ પણ ખાઈ શકે છે. 

આ માછલી એવી શાનદાર રીતે જમ્પ કરી શકે છે. તે પાણીથી 5 ફીટ ઉપર કૂદી શકે છે. જ્યારે પણ એક્વેરિયમ ટેન્કમાં તેને ઘરમાં રાખો તો તેની લાઈફસ્ટાઈલ સમજવી બહુ જ જરૂરી છે. તે સૌથી વધુ દક્ષિણ-એશિયાઈ દેશોમાં મળી આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link