આ શું થવા બેઠું છે! બાલાજી વેફરના પેકમાં એક વેફર, બર્ગરમાં જીવાત અને સિઝલરમાં વંદો

Thu, 04 Jul 2024-3:23 pm,

રાજકોટમાં બાલાજી વેફરના 35 ગ્રામના પેકીંગમાં માત્ર વેફરનો એક જ ટુકડો નીકળ્યો હોવાની ઘટના બની છે. એક ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ગ્રાહકે વેફરના પેકેટનું વજન કરતા 35 ગ્રામની જગ્યાએ 10 ગ્રામ પણ વજન થયું ન હતું.  ગ્રાહકે વેફરનું પેકીંગ ખોલીને પણ બતાવ્યું. બાલાજી વેફરના પેકીંગમાં ખાલી હવા જ ભરી હોવાનો ગ્રાહકનો આરોપ છે. જસદણ પંથકના ગ્રાહકે વિડિઓ બાલાજી વેફરનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.   

અમદાવાદ રાજપથ રંગોલી રોડ પર આવેલ કેફેના ફૂડમાંથી જીવાત નીકળી છે. કોર્પોરેટ કાફેમાં ગ્રાહકે મંગાવેલ બર્ગરમાં જીવાત નીકળી ગ્રાહક ચોંકી ગયો હતો. રાજપથ ક્લબ પાસે આ કોર્પોરેટ કાફે આવેલું છે.   

ત્યારે વલસાડના અબ્રામા ખાતે આવેલ હોટલમાં ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ સિઝલરમાંથી વંદો નીકળ્યો છે. સિઝલરમાં વાંદો નીકળતા ગ્રાહક દ્રારા હોબાળો મચાવી ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગની તપાસમાં હોટલના કિચનમાં ગંદકી હોવાનું જોવા મળ્યું હતું. જેને લઈ ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા કોફી કલચર કેફે સામે કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગ દ્વારા કોફી કલચર હોટલને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફૂડ વિભાગ દ્વારા કોફી કલચર કેફેને 15 દિવસની ક્લોઝર નોટિસ તથા દંડ ફટાકારાયો છે. 

ટ્રેનમાં મુસાફરી કરીને ઓનલાઈન ઓર્ડર  મંગાવતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ફુડ ડિલિવરીના કર્મચારીઓ દ્વારા મુસાફરો સાથે છેતરપિંડીના આરોપ લગાવ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર મોડી રાતે આ ઘટના બની હતી. ગોવાથી જામનગર જતી ટ્રેનના મુસાફરો સાથે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચીટીંગ થયું હતું. ત્રણ ઓનલાઈન ઓર્ડર ટ્રેનના PNR નંબર પરથી ઝોમાટોમાં ફુડનો ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાંથી બે ઓર્ડરમાં કંપનીના કર્મચારીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ એક ઓર્ડર ટ્રેન પાસે પહોંચાડવામાં જ ન આવ્યો. જ્યારે બીજા ઓર્ડરમાંથી ખાવા પીવાથી અડધી વસ્તુઓ ગાયબ કરવામાં આવી હતી. આ અંગે ડિલેવરી બોય સાથે મુસાફરોએ વારંવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા ડિલીવરી બોય મુસાફરો સાથે છેતરપીંડી કરી તમામ ઓર્ડરનું પેમેન્ટ અગાઉથી જ ઓનલાઇન મુસાફરો દ્વારા કરી દેવામાં આવ્યું તેમ છતાં ઓર્ડર ડિલીવર ન થતા zomato ની સાઈટ પર ઓર્ડર ડિલીવર કરી દેવામાં આવ્યા.  ટ્રેનમાં મુસાફરી કરીને ઓનલાઈન ઓર્ડર  મંગાવતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ફુડ ડિલિવરીના કર્મચારીઓ દ્વારા મુસાફરો સાથે છેતરપિંડીના આરોપ લગાવ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર મોડી રાતે આ ઘટના બની હતી. ગોવાથી જામનગર જતી ટ્રેનના મુસાફરો સાથે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચીટીંગ થયું હતું. ત્રણ ઓનલાઈન ઓર્ડર ટ્રેનના PNR નંબર પરથી ઝોમાટોમાં ફુડનો ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાંથી બે ઓર્ડરમાં કંપનીના કર્મચારીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ એક ઓર્ડર ટ્રેન પાસે પહોંચાડવામાં જ ન આવ્યો. જ્યારે બીજા ઓર્ડરમાંથી ખાવા પીવાથી અડધી વસ્તુઓ ગાયબ કરવામાં આવી હતી. આ અંગે ડિલેવરી બોય સાથે મુસાફરોએ વારંવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા ડિલીવરી બોય મુસાફરો સાથે છેતરપીંડી કરી તમામ ઓર્ડરનું પેમેન્ટ અગાઉથી જ ઓનલાઇન મુસાફરો દ્વારા કરી દેવામાં આવ્યું તેમ છતાં ઓર્ડર ડિલીવર ન થતા zomato ની સાઈટ પર ઓર્ડર ડિલીવર કરી દેવામાં આવ્યા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link