શું તમે જાણો છો હીરાબા જાહેરમાં પહેલીવાર ક્યારે આવ્યા હતા, આ રહી એ પ્રસંગની તસવીરો
આમ તો હીરાબા સાથેની તસવીરો પીએમ મોદી અનેકવાર સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. પરંતું હીરાબા જ્વલ્લે જ તેમની સાથે સ્ટેજ પર જોવા મળ્યાં છે. PM મોદીએ જૂનમાં લખેલા એક બ્લોગમાં ખુલાસો કર્યો હતો કે તેમની માતાએ તેમની સાથે માત્ર બે વાર સ્ટેજ શેર કર્યો હતો, તે પણ તેઓ વડાપ્રધાન બન્યા પહેલા.
વાત છે 30 જાન્યુઆરી, 1992ની. આ દિવસે એકતા યાત્રા કરીને પાછા આવેલ નરેન્દ્ર મોદીને તિલક કરીને આર્શીવાદ આપ્યા હતા. આ વખતે પહેલીવાર હીરાબા જાહેરજીવનમાં જોવા મળ્યા હતા.
તો બીજીવાર 2001 માં જોવા મળ્યા હતા. આ દિવસે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, એ સમયે સ્ટેજ પર માતા હાજર રહ્યાં હતાં.
પ્રધાનમંત્રી મોદીએ સવારે ટ્વિટ કરીને હીરાબાને યાદ કર્યા...તેમણે કહેલી વાતોને લોકો સમક્ષ મૂકીને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી..ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં પોતાના ભાઈ પંકજભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હીરાબાનાં અંતિમદર્શન કર્યા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં. પ્રધાનમંત્રીએ પોતાના અન્ય ભાઈઓ સાથે માતાની અર્થીને કાંધ આપી, શબવાહિનીમાં જ સ્મશાન સુધી ગયા...તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા. પ્રધાનમંત્રી ગુજરાતના ઘણા પ્રવાસ દરમિયાન માતાને મળવા જતા હતા, તેમની સાથે વાતો કરતા, ભોજન કરતા. આ વર્ષે જૂનમાં હીરાબાના 100મા જન્મદિવસે પ્રધાનમંત્રીએ તેમના ચરણ ધોયા હતા...ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે છેલ્લી વાર તેઓ માતાને ઘરે મળ્યા હતા. જો કે હવે માતા-પુત્રની મુલાકાતોનો આ સિલસિલો હંમશ માટે થંભી ગયો છે...પુત્રની માતા સાથે મુલાકાત ફક્ત યાદોમાં જ થશે.