શેર બજારમાં કમાણીની તક, રક્ષાબંધન બાદ ઓપન થશે આ આઈપીઓ, જાણો વિગત

Fri, 16 Aug 2024-6:42 pm,

Orient Technologies IPO Details: શેર બજારમાં આઈપીઓમાં પોતાનું ભાગ્ય અજમાવતા લોકો માટે સારા સમાચાર છે. મુંબઈ આધારિત ફાસ્ટ ગ્રોઇંગ ટેક્નોલોજી કંપની ઓરિએન્ટ ટેક્નોલોજીનો આઈપીઓ 21 ઓગસ્ટે ખુલશે અને 23 ઓગસ્ટે બંધ થશે. ઈશ્યૂ પ્રાઇઝ 195-206 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 72 શેરનો એક લોટ હશે, એટલે કે રિટેલ ઈન્વેસ્ટરે 14832 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 1 લોટ માટે બોલી લગાવી શકે છે. જ્યારે વધુમાં વધુ 13 લોટ પર દાવ લગાવી શકે છે, જેમાં 936 કુલ શેર હશે. તે માટે 192816 રૂપિયા રોકવા પડશે. તેનું લિસ્ટિંગ 28 ઓગસ્ટે થશે.   

Orient Technologies IPO ની ટોટલ સાઇઝ 215 કરોડ રૂપિયાની છે. તેમાં ફ્રેશ ઈશ્યૂ 120 કરોડ રૂપિયા અને 95 કરોડનો OFS એટલે કે ઓફર ફોર સેલ સામેલ છે. કંપની કુલ 10425243 શેર ઓફર કરી રહી છે. 23 ઓગસ્ટે આઈપીઓ બંધ થશે. 26 ઓગસ્ટ સુધી શેરનું એલોટમેન્ટ થશે. 27 ઓગસ્ટે શેર ડીમેટ એકાઉન્ટમાં જમા થશે અને 28 ઓગસ્ટે તેનું લિસ્ટિંગ થઈ શકે છે. 

કંપની તાજા ઈશ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ મૂડી ખર્ચ, નવી મુંબઈમાં ઓફિસ પરિસરના સંપાદન અને સામાન્ય કામકાજની જરૂરિયાતો માટે કરશે. ઓરિએન્ટ ટેક્નોલોજીસ બેંકિંગ, નાણાકીય સેવાઓ, વીમા, માહિતી ટેકનોલોજી (IT) અને ITES, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં વિવિધ ગ્રાહકો ધરાવે છે.

આઈપીઓ ઓપન થવાની તારીખઃ 21 ઓગસ્ટ આઈપીઓ બંધ થવાની તારીખઃ 23 ઓગસ્ટ એલોટમેન્ટઃ 26 ઓગસ્ટ રિફંડઃ 27 ઓગસ્ટ લિસ્ટિંગઃ 28 ઓગસ્ટ આઈપીઓ કિંમતઃ 195-206 રૂપિયા લોટ સાઇઝઃ 1 લોટમાં 72 શેર  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link