Hypersomnia: વધારે ઊંઘવાના કારણે પણ થઇ શકે છે ડિપ્રેશન, દૂર રહો આ બીમારીઓથી
સારા સ્વાસ્થ્ય અને તાજગી માટે 8થી 9 કલાકની ઊંઘ જરૂરી છે. શહેરમાં લોકો 6-7 કલાક ઊંઘે છે, પરંતુ કેટલાક લોકોને વધારે ઊંઘવાની આદત હોય છે. તેમને જ્યારે પણ સમય મળે છે, તેઓ પથારી પર પડી રહે છે. વધારે સુઈ રહેવું સ્થુળતાનો શિકાર બનાવે છે. જરૂરિયાત કરતા વધારે ઊંઘ લેવાના કારણે લોકો ઘણી બીમારીઓનો શિકાર રહે છે. તેઓ ઊંઘ આગળ ખાવા-પીવા અને ફિઝિકલ એક્સરસાઇઝ (Physical Exercise)ને સ્કિપ કરે છે. તેના કારણે શરીર ઘણી બીમારીઓની ગિરફ્તમાં આવી જાય છે. લોકડાઉન (Lockdown)ના કારણે ઘર પર બેઠા બેઠા લોકોને બીમારઓએ પોતાની ગિરફ્તમાં લઈ લીધા છે.
કબજિયાત એક એવી મુશ્કેલી છે જે તમારી સંપૂર્ણ બોડી સિસ્ટમને પ્રભાવિત કરે છે. ગેસ અને એસિડિટી કબજિયાતના કારણે થાય છે. પેટની સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે સય પર ઉઠવું અને ઊંઘવું જરૂરી છે. યોગ્ય સમય પર બોડી મૂવમેન્ટ તમને કબજિયાતથી દૂર રાખે છે. તમારી સ્થુળતા સીધી અસર તમારા ખાવા-પીવા અને ઊંઘથી છે. જે લોકો વધારે ઊંઘે છે, તેમની કેલેરી બર્ન થતી નથી, જેના કારણે તેમની સ્થુળતા વધતી રહે છે. ઘણા સંશોધનમાં આ વાત સામે આવી છે કે, વધારે ઊંઘવાથી ઘણા પ્રકારની મનોવૈજ્ઞાનિક બીમારીઓનો ખતરો વધી જાય છે.
વધારે ઊંઘ કરવાથી ઘણી વખત માથામાં દુખાવો (Headache) થવાની ફરીયાદ રહે છે. માથાના દુખાવો મગજમાં ન્યુરોટ્રાન્સમીટર (Neurotransmeter)માં ઉતાર-ચઢાવ આવવાના કારણે થાય છે. તેમાં ઊંઘ દરમિયાન સેરોટોનિન (Serotonin) વધી શકે છે, જેનાથી માથાનો દુખાવો થયા છે.
તમે 8 કલાકથી વધારે સમય સુધી પથારીમાં ઊંઘી રહો છો તો તમારા શરીરમાં લોહીના પ્રવાહ પર ખરાબ અસર પડે છે. લાંબા સમય સુધી પથારી પર રહેવાથી પીઠ અકડાઈ જાય છે અને કમરમાં દુખાવાની ફરીયાદ રહે છે. જરૂરી છે કે તમે 7-8 કલાકની ઊંઘ અને સવારે વ્યાયામ જરૂર કરો.
વધારે ઊંઘવાથી તમે ડિપ્રેશન (Depression)નો શિકાર થઈ શકો છો. વધારે સમય સુઈ રહેવાથી મગજમાં ડોપામાઈન (Dopamine) અને સેરોટોનિન (Serotonin) હોર્મોન્સનું લેવલ ઘટી જાય છે. આ હોર્મોન્સ તમને ખુશી અનુભવ કરાવે છે. તમારું વધારે ઊંઘી રહેવાથી તમારો મૂડમાં દિવસભર ચીડિયાપણું જોવા મળે છે.