શિવજીની સવારીની જેમ નીકળ્યો ગોધરાના યુવકનો લગ્નનો વરઘોડો, શરીર ભસ્મ લગાવીને ફેરા ફર્યાં
આ વરઘોડો એટલો ખાસ હતો કે, તેમાં સાધુ સંતો પણ જોડાયા હતા. સામાન્ય રીતે શિવરાત્રિના દિવસે હિન્દુ સમાજમાં રીતરિવાજ મુજબ લગ્ન થતા નથી. પરંતું રિષભ શિવભક્ત હોવાથી તેણે આજે જ લગ્ન કરવાનું આયોજન કર્યુ હતું. રિષભ પટેલનો વરઘોડો શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પહેલીવાર કોઈ વરરાજા ભસ્મ લગાવીને વરઘોડામાં અને ચોરીમાં જોવા મલ્યો હતો.
મોટી સંખ્યામાં રિષભ ના સ્નેહીજનો અને લોકો વરઘોડામાં જોડાયા હતા.