`આ કોઈના બાપની પ્રોપર્ટી નથી, મારી પત્ની છે, ક્ષત્રિય સમાજને ધમકી આપતો પતિનો AUDIO વાયરલ
"જેને પેટમાં દુ:ખતું હોય તે મારી સામે આવે.... નહીં તો મજા નહીં આવે...." પદ્મીની બાના પતિ આકરા પાણીએ, કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ#padminibavala #padminibavala #Viral #viralvideo #ViralAudio #ZEE24Kalak #gujarat #kshatriya (ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી) pic.twitter.com/tnMfO4aJJS
— Zee 24 Kalak (@Zee24Kalak) May 11, 2024
આ આંદોલનમાં સંકલન સમિતિની રચના બાદ સમાજ કરે તે યોગ્ય કરીને પદ્મિની બા વાળાને પારણા કરાવીને સાઈડલાઈન કરી દીધા હતા. જોકે પદ્મિની બા વાળા પાછા પડ્યા નહોતા. તેમણે ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ 1 અને પાર્ટ 2 બાદ ઓડિયો અને વીડિયો બનાવીને સંકલન સમિતિની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી સનસનીખેજ આક્ષેપો કર્યા હતા.
લોકશાહી ઢબે ચાલતું આંદોલન રાજકીય આંદોલન બની જતા તેના પર કરેલા સનસનીખેજ આક્ષેપો પર ખુદ ક્ષત્રિય સમાજના લોકોએ કોમેન્ટો કરીને રાજકારણ નહીં પણ સમાજ તરફ રહેવા સૂચનો કર્યા હતા. આમ છતાં પદ્મિની બા વાળાના જાહેર જીવનમાં લોકોએ ટીકા ટિપ્પણી શરૂ કરતા તેમના પતિ ગિરિરાજસિંહ વાળા આકરા પાણીએ દેખાયા હતા. પદ્મિની બા વાળાના પતિ ગિરિરાજસિંહ વાળાએ મૌન તોડીને એક ઓડિયો ક્લીપ વાયરલ કરતા ક્ષત્રિય સમાજમાં આંતરિક લડાઈઓ સામે આવી છે.
થોડા દિવસ પૂર્વ પદ્મિની બા વાળાએ 9 લાખ રૂપિયાની ઉઘરાણી કર્યાના મેસેજ વાયરલ થયા હતા. આ સાથે જ પદ્મિની બા વાળાના પતિએ ઓડિયો વાયરલ કરીને ક્ષત્રિય સમાજને ધમકી આપી છે. તેમણે ઓડિયોમાં જણાવ્યું છે કે, જય માતાજી... હવે હું ક્ષત્રિય સમાજને કહેવામાં માંગું છું કે હું ગિરિરાજસિંહ વાળા બોલું છું. પદ્મિની બા વાળાનો હસબન્ડ, કોઈને પણ પેટમાં દુખતું હોય તો મારું રેલનગરમાં રામેશ્વર પાર્ક શેરી નંબર 5માં રહું છું, મારું અહીં ઘર છે. ગ્રુપમાં ખોટી કોઈ પણ પ્રકારની ચર્ચા કરતા નહીં, પદ્મિની બા વાળા મારા પત્ની છે. હવે આ બાબતે કોઈ પણ ચર્ચા કરવાની થતી જ નથી. હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયો કે વીડિયો વાયરલ કરશે તે વિષે મઝા નહીં આવે, આ કોઈ તમારા બાપની પ્રોપર્ટી નથી. આ મારા પત્ની છે. ઓડિયો અને વીડિયો વિશે મારા ઘરના પદ્મિની બા વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી. અમે સમાજનું કામ કરીએ છીએ અને સમાજસેવા કરી છે. એટલે ખોટા રતનદુખિયા ના થાવ, હવે કોઈ રીતે મજા નહીં આવે.. આ ધમકી ભરી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેની પુષ્ટિ ZEE 24 કલાક કરતું નથી.
રૂપાલા વિવાદમાં ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરનાર પદ્મિનીબા સામે થઈ રહ્યાં છે આર્થિક આક્ષેપો. પદ્મિનીબા સામે થઈ રહ્યાં છે ક્ષત્રિય આંદોલન માટે સમાજની 800 જેટલી મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના આક્ષેપો. રાજકોટમાં ભાજપના ઉમેદવારના વિવાદિત નિવેદનથી શરૂ થયેલ આંદોલનના પણેતા એવા મહિલાએ આંદોલન માટે ક્ષત્રીય સમાજની ૮૦૦ મહિલાઓ પાસેથી ૧૨૦૦ લેખે ૯.૬૦ લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાના સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ વાયરલ થયા છે. આ પ્રકારના મેસેજ વાયરલ થતા પદ્મિનીબાએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી આપી આ વાતને વખોડી કાઢી છે.
ક્ષત્રીય સમાજના આંદોલનને વેગ આપવા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. જેના મહિલા ગ્રુપમાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં રાજકોટમાં રહેતા પદ્મિનીબા વાળાએ આંદોલન ચલાવવા માટે સમાજની ૮૦૦ મહિલાઓ પાસેથી 1200-1200 રૂપિયા લેખે 9.60 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો મેસેજ હાલ સોશિયલ મીડિયામાાં ફરતો થયો છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજના વોટ્સએપ ગ્રૂપમાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે.
એટલું જ નહીં આ મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છેકે, તેમના જેવા મહિલાઓથી દુર રહેવું. આવો મેસેજ વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થતા નવો વિવાદ ઉભો થયો છે. આ સંદર્ભે પદ્મીનીબા વાળા સાંજે સાયબર ક્રાઈમ પોલીસ મથકે અરજી કરવા પહોચ્યા હતા. જ્યાં તેમણે અને જણાવ્યું હતું કે આ મેસેજ તદન ખોટો છે પોતે આંદોલન પોતાના ખર્ચે જ ચલાવ્યું છે કોઈ પાસેથી એકપણ રૂપિયાની ઉઘરાણી કરી નથી.
આ લોકો શું કરવા માંગે છે તે સમજાતું નથી પી.ટી.જાડેજાની નારાજગી અને ઓડિયો ક્લિપ મુદ્દે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની પ્રતિક્રિયા આવતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. પદ્મિનીબા વાળાએ કહ્યું કે, પી.ટી.જાડેજાએ નારાજગી દર્શાવી અને પાછા હટી પણ ગયા. આ લોકો શું કરવા માંગે છે તે સમજાતું નથી. ક્ષત્રિય સમાજને ગુમરાહ કરી રહ્યા છે. સંકલન સમિતિના 4 થી 5 તત્વો કોંગ્રેસ તરફ આંદોલન લઈ ગયા. સંકલન સમિતિના સભ્યો જ અંદરો અંદર ઝઘડી રહ્યા છે તો સમાજનું શું થશે. પી.ટી.જાડેજા માઇક લઈને બોલબોલ કરતા હતા તો હવે કેમ ડરવું જોઈએ. શું કામ ડરો છો?
પદ્મિનીબા વાળાએ સાયબર ક્રાઈમમાં અરજી કરી છેકે, મને ખોટી રીતે બદનામ કરવા માટે મારા વિરોધીઓ મારા વિશે ખોટા મેસેજ વાયરલ કરી રહ્યાં છે. તેની સામે કાયદાકિય પગલાં લેવામાં આવે. પોતે સમાજની મહિલાઓ પાસે આંદોલનના નામે પૈસા પડાવ્યા હોવાના મેસજ વાયરલ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ પદ્મિનીબાએ કરી હતી. સમગ્ર સાયબર ક્રાઈમ પીઆઈ મહેન્દ્રસિંહેએ જણાવ્યું હતું કે તેમના દ્વારા ૧૯૩૦માં ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
ઉલ્લેખનીય છે કે, આ એજ પદ્મિનીબા છે જેમણે રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ સમાજની અસ્મિતાની લડાઈ માટે પોતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જેના કારણે તેમની તબીયત પણ લથડી હતી. પણ હાલ તો સૌથી મોટો સવાલ એ જ છેકે, શું ક્ષત્રિય આંદોલના નામે ખરેખર સમાજની મહિલાઓ પાસેથી પડાવવામાં આવ્યાં છે લાખો રૂપિયા?