B`Day: 80 ના દાયકામાં ન્યૂડ સીનથી મચાવ્યો હતો હાહાકાર, આજે આવી દેખાય છે Padmini Kolhapure
પધ્મિની કોલ્હાપુરીએ પોતાની ફિલ્મોમાં પણ ગીત ગાયા છે. તેમાં 'વિધાતા', 'સાત સહેલિયાં', 'હમ ઇંતઝાર કરેગા' અને 'સડક છાપ' ફિલ્મોનો સમાવેશ થાય છે.
લીડ એક્ટ્રેસ તરીકે પોતાના કેરિયરની શરૂઆતમાં જ પધ્મિની કોલ્હાપુરીએ ત્યારે હાહાકાર મચાવ્યો જ્યારે તેમણે વર્ષ 1980માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગહરાઇ'માં એક ન્યૂડ સીન આપ્યો હતો.
એટલું જ પધ્મિની કોલ્હાપુરીનો હંમેશા વિવાદો સાથે નાતો રહ્યો છે. એટલા માટે બી આર ચોપડાની ફિલ્મ 'ઇંસાફ કા તરાજૂ'માં તેમને આપેલા રેપ સીને પણ ખૂબ વિવાદો ઉભા કર્યા હતા. ત્યાર બાદ પધ્મિની કોલ્હાપુરીની છબિ કોઇ એડલ્ટ સ્ટારવાળી થવા લાગી. પરંતુ પધ્મિની કોલ્હાપુરીએ પોતાની છબિને બદલી જ નહી પરંતુ ઘણી સુપરફિલ્મો વડે લોકોનું દીલ જીતી લીધું.
પધ્મિની કોલ્હાપુરીને વર્ષ 1982માં RK Films ની ફિલ્મ 'પ્રેમ રોગ'એ સ્ટાર બનાવી લીધી હતી. આ ફિલ્મનું નિર્દેશન રાજ કપૂરે કર્યું હતું. આ ફિલ્મમાં પધ્મિની કોલ્હાપુરીએ નાની ઉંમરની વિધવાનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મમાં પધ્મિની કોલ્હાપુરીના કેટલાક બોલ્ડ સીન પણ જોવા મળ્યા હતા. જેના લીધે ટિકાનો શિકાર પણ બની હતી. તેમની પ્રશંસા કરનારા પણ ઓછા ન હતા.
ખૂબ ઓછા લોકો જાણે છે કે પધ્મિની કોલ્હાપુરી આજની સુપરસ્ટાર શ્રદ્ધા કપૂરની માસી છે. પધ્મિની કોલ્હાપુરીની બહેનના લગ્ન શક્તિ કપૂર સાથે થયા છે.