Photos : અમદાવાદના આ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ આર્ટ ગેલેરી જેવો અનુભવ થશે

Thu, 08 Aug 2019-6:13 pm,

અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ સી.આર.જાદવને લોકોની પોલીસ સ્ટેશન પ્રત્યેની ઈમેજ બદલવાનો પ્રયાસ કર્યો છે. તેમજ ગુનેગારોના માનસપટ પરથી ગુનાહિત વિચારો દૂર કરવા સ્ટેશન લોકઅપમાં બોધપાઠ આપતા પેઇન્ટિંગ બનાવ્યા. સમગ્ર પોલીસ સ્ટેશનને અલગ અલગ થીમના પેઇન્ટિંગથી સજાવવામાં આવ્યું છે. 

સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ પહેલ છે, જેમાં અનોખી થીમ ધરાવતા પેઇન્ટિંગ સાથે સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવાનું માધ્યમ પોલીસ સ્ટેશન બન્યું છે. સરદાર નગર પોલીસ સ્ટેશન પેઇન્ટિંગ દ્વારા જાગૃતિનો સંદેશો આપતી ગુજરાતનું સૌપ્રથમ પોલીસ સ્ટેશન બન્યું છે. 

આ વિશે પીઆઈ સી.આર.જાદવ કહે છે કે, સામાન્ય રીતે આરોપીઓ લોકઅપમાં બંધ હોય છે. ત્યારે તેમના માનસ પર મોટા ક્રાઇમ કર્યાની અસર વર્તાય છે. પરંતુ કોઇપણ આરોપી જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી ગુનો કરશે કે નહીં તે અંગે કોઈ ચોક્કસ કહી શકાય નહિ. આ માટે જ રીઢા ગુનેગારોની માનસિકતા બદલવા માટે અમે પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમજ સ્ટેશનની દિવાલો પર ગુનાખોરીના વિચારો દુર કરતા અને બોધપાઠ આપતા સુવિચારો સાથેના પેન્ટિંગ બનાવડાવ્યા છે. 

ગુજરાતના પોલીસ સ્ટેશનમાં અપનાવાયેલો આ અભિગમ અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ લાગુ કરવો જોઈએ. કલાત્મક વાતાવરણ અને પ્રેરણાદાયી મેસેજ જોઈને કદાચ ગુનેગારો પોતાની માનસિકતા બદલે તો સમાજમાંથી ક્રાઈમ ઓછો થઈ શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link