આ પાકિસ્તાની ક્રિકેટરોએ કર્યા ભારતીય યુવતીઓ સાથે લગ્ન, પ્રેમમાં તોડી સરહદની દીવાલ
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ હરિયાણાની શામિયા આરઝૂ સાથે 2019માં લગ્ન કર્યા હતા. એક કોમન ફ્રેન્ડ દ્વારા બંનેની મુલાકાત થઈ હતી. શામિયા આરઝૂએ એયરોનોટિકલ એન્જીનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ એરહોસ્ટેસ તરીકે ઝેટ એર જોઈન કરી હતી. તો હસન અલી આ સમયે પાકિસ્તાનની ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે.
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાન ક્રિકેટ શોએબ મલિકે જ્યારે લગ્ન કર્યાં તો બંને દેશમાં હલચલ જોવા મલી હતી. બંનેએ વર્ષ 2010માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા.
શોએબ મલિક પાકિસ્તાન ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવતો હતો. તેણે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે અને આ કપલ દુબઈમાં રહે છે. સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.
બોલીવુડની જાણીતી અભિનેત્રી રીના રોયે 80ના દાયકામાં મોહસિન ખાન સાથે લગ્ન કર્યા હતા. રીના રોય સાથે લગ્ન બાદ તે મુંબઈમાં વસી ગયા. બંનેને એક પુત્રી થઈ જેનું નામ જન્નત રાખવામાં આવ્યું. પરંતુ મોહસિન અને રીનાનો સંબંધ વધુ ચાલ્યો નહીં અને 1990ની શરૂઆતમાં બંને છુટા પડી ગયા હતા.
ઝહીર અબ્બાવે 1988માં રીતા લૂથરા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રીતા લૂથરાએ ધર્માંતરણ કરી લીધુ અને બાદમાં તેનું નામ સમીના અબ્બાસ થઈ ગયું. બંને હાલ કરાચીમાં રહે છે અને સમીના પોતાનો ઈન્ટીરિયર ડિઝાઇનિંગનો વેપાર ચલાવે છે. ઝહીર અબ્બાસ પાકિસ્તાનના દિગ્ગજ બેટર હતા.