Pakistan: એક સાથે 60 હિન્દુઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું, ઘટનાનો Video વાયરલ
ટાઈમ્સ નાઉમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધના માલતી વિસ્તારમાં 60 હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. તેમને કલમા પઢવા માટે મજબૂર કરાયા. પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અનહદ અત્યાચાર થઈ રહ્યા છે. આ કોઈ પહેલીવાર નથી કે કોઈ લઘુમતી સમુદાયના લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. પાકિસ્તાનથી આવા સમાચાર સતત આવતા રહે છે કે હિન્દુ કે શીખ યુવતીનું અપહરણ કરીને તેના લગ્ન જબરદસ્તીથી એક મુસ્લિમ સાથે કરાવી દેવાયા અને તેનું ધર્મ પરિવર્તન કરાવી દેવાયું. (પ્રતિકાત્મક તસવીર, રોયટર્સ)
એવો આરોપ છે કે મ્યુનિસિપલ ચેરમેન અબ્દુલ રઉફ નિઝામીએ 60 હિન્દુઓ પર ધર્મ પરિવર્તન કરવાનું દબાણ બનાવ્યું હતું. એક ફેસબુક પોસ્ટમાં અબ્દુલે કહ્યું કે આજે મારી નિગરાણીમાં 60 લોકો મુસલમાન બન્યા છે, તેમના માટે દુઆ કરો. (તસવીર-સાભાર સોશિયલ મીડિયા)
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હિન્દુ લોકોને ગ્રુપમાં બેસાડવામાં આવ્યા છે અને એક મૌલવી તેમને કલમા પઢાવી રહ્યો છે. ત્યારબાદ હિન્દુઓને નમાજ પણ પઢાવવામાં આવી (તસવીર-સાભાર સોશિયલ મીડિયા)
60 હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ મૌલાનાએ તેમને કહ્યું કે એક મુસ્લિમનું લક્ષ્ય ફક્ત એ જ હોય છે કે તે અલ્લાહને ખુશ કરે. તેનાથી તેની જિંદગીનો મક્સદ પૂરો થાય છે. અલ્લાહ જેને ચાહે તે જ જીવી શકે છે. (પ્રતિકાત્મક તસવીર- રોયટર્સ)
હાલમાં જ સિંધ પ્રાંતમાં ધર્મ પરિવર્તનની એક વધુ ઘટના સામે આવી હતી. અહીં કાંધકોટ વિસ્તારમાં એક 13 વર્ષની બાળકીનું અપહરણ કરાયું અને તેનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવી દેવાયું હતું. (તસવીર-પ્રતિકાત્મક, રોયટર્સ)