દુકાનમાંથી કંઈ મળશે નહિ... ગોધરાના વેપારીએ દુકાન બહાર ચોર માટે એવું બોર્ડ માર્યું કે ગામેગામ ચર્ચા થઈ
ગોધરાના વેપારી મોતીઉર રહેમાને પોતાની દુકાનની બહાર લખ્યું છે કે, આ દુકાન પરથી તમને શેમ્પુ ક્લીનર અને લાકડાના વેર સીવાય ક્યાંય ના મળે એટલે મહેરબાની કરી દુકાનનો તાળો તોડવાનો પ્રયત્ન ના કરતા તમારો મહેનત પાણીમાં જશે. આભાર
ગોધરામાં એક દુકાનદારની ચોરને મેસેજ આપતી ગજબની તરકીબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ગોધરા શહેરમાં ચોરોનો ભોગ બનેલા દુકાનદારનો કીમિયો ચારે તરફ ચર્ચાઈ રહ્યો છે. મૂળ બંગાળી વેપારી મોતીઉર રહેમાન 50 વર્ષથી ગોધરાના કાઝીવાડા વિસ્તારમાં રહે છે અને સોના-ચાંદીના દાગીના ધોવાનો વ્યવસાય કરે છે.
દુકાનમાં ચોરી કરવા ચોર તોડફોડ કરી નુકસાન કરતાં હોવાથી દુકાનદાર મોતીઉર રહેમાને એડવાન્સમાં જ દુકાનના દરવાજા ઉપર ચોરોને મેસેજ આપતી સૂચના ચોંટાડી છે. ચોરોને મહેનત પાણી માં જશે પોતાની દુકાનમાંથી કંઈ મળશે નહીં.. તેવી નોટિસ મારતા આ દુકાન હાલ સમગ્ર ગોધરામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
સ્થાનિક લોકો અને પોલીસ પણ આ શાતિર વેપારીની બુદ્ધિને બિરદાવી રહ્યાં છે. દુકાન પરથી પસાર ખતા તમામ લોકો આ બોર્ડ જોઈ એક વાર તો હસીને સેલ્ફી કે ફોટો લઈ સોસીયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.